Abtak Media Google News

નોટબંધી બાદ ૫૦૦-૧૦૦૦ની જુની નોટ તો બંધ થઇ ગઇ…! પરંતુ વિચારવાનું એ કે નોટબંધી બાદ આખો દેશ જે ૫૦૦-૧૦૦૦ની જુની નોટનો ઉપયોગ કરતો હતો એ બધી નોટનું આખરે થયું શું…? કારણ કે તે બધી નોટ તો બીન ચલણી થઇ ગઇ હતી. તેનો કોઇ એવો ખાસ ઉપયોગ તો રહ્યો ન હોતો…. ત્યારે આવો જાણીએ કે આ બધી નોટનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે.

RBIએ બંધ થયેલી નોટમાંથી કેટલીક નોટનો જથ્થો અમદાવાદના નેશનલ ઇસ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનનાં વિદ્યાર્થીઓને આપી હતી. અને તો વિદ્યાર્થીઓએ આ જુની નોટનો કંઇક આવો ઉપયોગ કર્યો હતો…!

ગયા અઠવાડિયે અમદાવાદના અને આઇ ડી દ્વારા ખાસ પ્રદર્શન યોજાયું હતું. જેમાં બંધ થયેલી ૫૦૦-૧૦૦૦ની નોટમાંથી બનાવાયેલી અનોખી ચીજ-વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. અને આઇડીએ નેધરલેન્ડની સંસ્થા રોયલ-ડચ ઇન્જીનીયરીંગ સાથે મળીને ‘વેલ્યુ ઓફ મની’ વિષય ઉપર એક ડિઝાઇન સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં નકામી નોટમાંથી કંઇક નવી રચના કરવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ નોટને ઓશાળી ઇંટનો આકાર આપ્યો હતો. ૪૯ સંસ્થાઓનાં ૧૮૪ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નેધરલેન્ડની સંસ્થાના ૪ વિજેતા વિદ્યાર્થીઓને ફસ્ટર્સ ઇન્જીનીયરીંગ ૨૦૧૭ના પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ NIDદ્વારા જુની નોટમાંથી બનાવેલી ૨૨ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓએ જૂની નોટનો ઉપયોગ કરી સાઉન્ડપ્રુફ ટાઇલ્સ, પર્સ, ઇંટ,ડાયરી જેવી અનેકવિધ ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી પોતાની રચનાત્મક શક્તિ દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.