Abtak Media Google News

વિવિધ જણસીથી યાર્ડ ઉભરાતા આવક પર પ્રતિબંધ મૂકાયો

સફેદ ડુંગળીના 20 કિલોના રૂ.200 થી 350, મગફળીના રૂ.1000 થી 1250 જયારે ધાણાના રૂ.800 થી 1500 સુધીનાં ભાવો બોલાયા

ડુંગળીના 75 હજાર કટા, મગફળીની 60 હજાર ગુણી તેમજ ધાણાની 25 હજાર ગુણીની આવક

સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડોમાં ડુંગળીની મબલખ આવક થઈરહી છે.ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવકની સાથે સાથે અન્ય જણસીની પણ ધૂમ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે વિવિધ જણસીની પુષ્કળ આવક થતા યાર્ડ બહાર 5 કિલોમીટર સુધી જણસી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી જણસીની પુષ્કળ આવકને પગલે સતાધીશો દ્વારા આવક પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

Img 20210215 Wa0123

ગોંડલ યાર્ડમાં સૌથી વધુ ડુંગળી, મગફળી અને ધાણાની આવક થવા પામી હતી. ગત રાત્રીનાં સમયે યાર્ડની બહાર 5 કિલોમીટર જેટલી જણસી ભરેલા વાહનોની કતાર જોવા મળી હતી. યાર્ડમાં સફેદ ડુંગળીના 75 હજાર ટકા, મગફળીની 60 હજાર ગુણી તેમજ ધાણાની 25 હજાર ગુણીની આવક થવા પામી હતી. ત્યારે માર્કેટ યાર્ડમાં થયેલ જણસીની હરરાજીમાં સફેદ ડુંગળીના ભાવ 20 કિલોના રૂ.200થી 350 સુધીના બોલાયા હતા. મગફળીના 20 કિલોનાં ભાવ રૂ.1000 થી 1250 સુધીના તેમજ ધાણાના 20 કિલોના ભાવ રૂ.800 થી 1500 સુધીનાં ભાવ બોલાયા હતા જણસીની આવક વધુ થવાથી હાલ ગોંડલ માર્કેટીંગ યાર્ડન સતાધીશો દ્વારા જણસીની આવક બંધ કરવામાં આવી છે.

રાજકોટ, ગોંડલ સહિતના માર્કેટીંગ યાર્ડોમાં ડુંગળી ઉપરાંત મસાલા પાકોની આવક ધીમેધીમે વધી રહી છે. નવુ જીરૂ, ધાણા, મરચા, હળદરની સીઝનને વેગ પકડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.