Abtak Media Google News

ભારતીય શેરબજારો સપ્તાહના છેલ્લા દિવસે પણ મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. સવારે 9.34 કલાકે સેન્સેક્સ 309 અંક ઘટીને 36,163 પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 86 અંક ઘટીને 10,654 પર કારોબાર કરી રહ્યો છે.

બીએસઈ પર હાલ વેદાંતા, કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ, ટીસીએસ અને ટાટા મોટર્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ સુઝુકી, આઈટીસી અને એસબીઆઈ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સિવાય યુએસ ડોલરની સામે રૂપિયા પણ 10 પૈસાના ઘટાડા સાથે 71.91 પર ખુલ્યો હતો. જે ગરૂવારે 71.81 પર બંધ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.