Abtak Media Google News

રાજયમાં ઘરમાં કેદ રપ ટકા લોકોનું માનસિક સંતુલન બગડયુું

રાજયમાં લોકડાઉનના પગલે ઘરમાં કેદ થયેલા રપ ટકા લોકોની માનસિક સ્થિતિ બગડી હોવાનું બહાર આવ્યું છે. રાજયમાં લોકડાઉન લદાયા બાદ લોકોની માનસિક સ્થિતિ અંગે ૧પ૦ શિક્ષણવિદો અને મનોશાસ્ત્રીઓની બનેલી ટીમ દ્વારા રાજયના લોકોની માનસિક સ્થિતિની જાણકારી મેળવવામાં આવી રહી છે.

દેશમાં કોરોનાને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને લોકોને ઘરમાં જ સલામત રહેવા આદેશ કરાયો છે અને તેનું કડક પાલન કરાવાઇ રહ્યું છે ઘરમાં પણ સામાજીક અંતર રાખવા અને જાહેરમાં માસ્ક પહેરવા આદેશ
કરાયા છે.

ઘરમાં જ કેદ થઇ ગયેલા લોકોને માનસિક અસર થઇ હતી છે માનસિક મુંઝવણમાં માર્ગદર્શન મળી રહે તે માટે સરકારે ખાસ હેલ્પલાઇન ખોલી છે રાજયના નાગરીકો આ હોસ્પિટલ પર ફોન કરી માનસિક મુંઝવણમાં માર્ગદર્શન મેળવી
શકે છે.

લોકોને માર્ગદર્શન આપવા માટે સરકારે ૧પ૦ શિક્ષણવિદો તથા મનોચિકિત્સકોની ટીમો બનાવી છે તે માર્ગદર્શન આપે છે અત્યાર સુધીમાં રાજયમાંથી ૪૦૩૫૦ લોકોએ ફોન કરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ લોકોએ ફોન કરી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ લોકોમાં રપ ટકા લોકોના માનસિક મુંઝવણના પ્રશ્ર્નો હતા. હેલ્પલાઇનની મદદ માંગનારામાં ૪૪ ટકા લોકોને ઓચિતો માનસિક હુમલો, ર૩ ટકા લોકોને સ્થિર થવાના પ્રશ્ર્નો હતા.

ર૭ ટકા લોકોને તાણ જોવા મળી હતી તો ૯.૫ ટકા લોકોને ઘર હિંસા ૧૭ ટકા લોકોને ઉંઘ ન આવી વગેરે  પ્રશ્ર્નો હતા. તો ૨.૧ ટકા લોકોને ધર્મ સંબંધી મુશ્કેલીઓ પડી રહી હોવાનું બહાર આવ્યું હતું.

માઇન્ડ ટ્રેનર અને સાયકોલોજીસ્ટ રાજેશ પરમારે જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન પર માર્ગદર્શન મેળવવા માટે પ્રથમ રાજકોટથી શરૂઆત થઇ હતી. બાદમાં રાજયના અન્ય જિલ્લામાંથી લોક પ્રશ્ર્નોનો મારો થયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. યોગેશ જોગાસણાએ માનસિક સ્થિરતા કેન્દ્ર શરુ કર્યુ હતું અને બાદમાં ગુજરાત મનોવિજ્ઞાન દરમિયાનગીરી કરતી હેલ્પલાઇન શરુ કરી હતી. આ હેલ્પલાઇનની મદદ માંગનારામાં કોરોનાગ્રસ્ત જિલ્લાના લોકો પણ હતા.આ હેલ્પલાઇનના નિષ્ણાંતોએ રાજયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે કેટલીક ભલામણો પણ રાજય સરકારને કરી હતી.આ હેલ્પલાઇન ના નિષ્ણાંતોએ રાજયના લોકોનુ માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે કેટલાક ભલામણો પણ રાજય સરકારને કરી હતી.લોકડાઉનના કારણે કેટલાક બંધાણીઓને વસ્તુઓ નહીં મળતા માઠી અસર થઇ રહી છે એટલે આવા લોકોની શારીરિક માનસિક સ્થિરતા માટે સરકારે વધારે સહાય કેન્દ્રો ખોલવા જોઇએ અને વધારે સ્વયસેવકોની પણ મદદ લેવી જોઇએ તેમ આ નિષ્ણાંતોએ રાજય સરકારને ભલામણ કરી છે. લોકોને જાણકારી માર્ગદર્શન માટે ઓનલાઇન કાર્યક્રમ યોજવા પણ સરકારને ભલામણ કરાઇ છે.નિષ્ણાંતોએ હેલ્પલાઇનમાંથી આઉટ ગોઇંગ કોલ કરી શકાય તેવી સુવિધા શરૂ કરવા પણ સરકારને ભલામણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.