Abtak Media Google News

લીંબડી હાઇવે અકસ્માતનું કેન્દ્ર બની ગયો છે ત્યારે હાયવેપર રાજકોટ તરફથી આવતા 4 વાહનો એકાએક એકબીજા પાછળ અથડાતાં ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો.આ બનાવમાં પાંચ વ્યક્તિને ઈજા થતાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

લીંબડી નેશનલ હાઇવે દેવપરાના પાટિયા પાસે વહેલી સવારે પુરપાટ સ્પીડથી આવતા ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા.રાજકોટ થી અમદાવાદ જતી આર્ટિકા કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી બીજી કારો ધડાકાભેર અથડાઈ હતી.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.