Abtak Media Google News

૪૩૪ કિલોમીટર લાંબો હાઈવે ભારે હિમવર્ષાનાં કારણે કરાયો હતો બંધ

શ્રીનગર-લેહ હાઈવે ૪ મહિના બાદ ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. ભારે હિમવર્ષાનાં કારણે આ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. આ હાઈવે વિશે જો વાત કરવામાં આવે તો ૪૩૪ કિલોમીટર આ લાંબો હાઈવે ટ્રાફિક સમસ્યાને દુર કરવા માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. શ્રીનગર-લેહ નેશનલ હાઈવે ગત ડિસેમ્બર માસમાં બંધ કરવામાં આવ્યો હતો.

શ્રીનગર નેશનલ હાઈવે લેફટનન્ટ જનરલ કે.જે.એસ. ધીલોન જનરલ ઓફિસર કમાન્ડીંગ દ્વારા ૦ પોઈન્ટથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. ભારે હિમવર્ષાનાં કારણે મુસાફરો માટે ડિસેમ્બર મધ્યથી આ રોડ બંધ કરવામાં આવ્યો હતો. આ હાઈવે વિશે વાત કરવામાં આવે તો કારગીલ જિલ્લામાંથી પણ આ હાઈવે પસાર થાય છે. ૧૧,૫૧૬ દરિયાઈ સપાટીથી ઉપર કાશ્મીર વેલીને જોડતો આ હાઈવે ૪૩૪ કિલોમીટરનો સૌથી લાંબો હાઈવે પર માનવામાં આવે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસ્તામાં જમા થયેલા બરફને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગગનગીર વિસ્તાર એટલે કે ઝીરો પોઈન્ટથી આ હાઈવેને ચોખ્ખો કરવામાં આવ્યો હતો જેનું નામ પ્રોજેકટ બીકોર્ન આપવામાં આવ્યું હતું. આ કઠીન ૧૪ એપ્રીલના રોજ પુરુ થયું હતું કે જે ૫મી માર્ચથી શ‚ કરવામાં આવ્યો હતો. અર્થમુવર, વીલરોડર, સ્નોકટર જેવા સાધનો બરફને હટાવવા માટે ઉપયોગમાં લેવાયા હતા. આ કાર્યવાહી દરમિયાન અનેકવિધ અડચણો પણ ઉભી થઈ હતી. જેમાં રોડ અલાયમેન્ટ પણ સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ મશીનની સાથોસાથ લોકો દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું તે સરાહનીય માનવામાં આવે છે જેના પરીપેક્ષમાં શ્રીનગર-લેહ હાઈવે લોકો માટે ખુલ્લો મુકાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.