Abtak Media Google News

નાની ચકરડીવાળા રૂપિયા ૧૦ થી વધુ નહીં લઈ શકે: ભાવ બાંધણું કરાયું

આગામી તા.૧લથી સપ્ટેમ્બરથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પાંચ દિવસીય લોકમેળામાં લોકમેળા સમીતી દ્વારા જુદી જુદી રાઈડસ માટે ભાવ બાંધણું કર્યું છે. જેથી ધર્ંધાથીઓ ફજત-ફાળકા, ચકરડી જેવી રાઈડસના રૂ.૩૦થી વધુ નહીં લઈ શકે. ઉપરાંત નાની ચકરડી જેવી રાઈડો માટે રૂ.૧૦થી વધારે ટિકિટ નહીં રાખી શકાય.

પ્રાપ્ત વિગતો મુજબ લોકમેળા સમીતી દ્વારા આગામી તા.૧લી સપ્ટેમ્બરી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરાયું છે. જેમાં જુદી જુદી કેટેગરીના સ્ટોલ માટે તા.૨૧ થી ૩૧ દરમિયાન ફોર્મ વિતરણ કરાશે અને ભરાયેલા અરજી ફોર્મ તા.૩૧મી જુલાઈ સુધી સ્વીકારવામાં આવશે.

વધુમાં લોકમેળા સમીતી દ્વારા જુદી જુદી યાંત્રીક રાઈડસ માટે ગત વર્ષની જેમ જ ભાવ બાંધણું અમલી બનાવ્યું છે જેને પગલે ફરજ-ફાળકા, ચકરડી જેવી વિવિધ રાઈડ્સ માટે ધર્ંધાીઓ રૂ.૩૦થી વધારે ટિકિટ નહીં વસુલી શકે. આ ઉપરાંત લોકમેળા સમીતી દ્વારા જુદી જુદી નાની રાઈડસ માટે રૂ.૧૦ની ટિકિટ રાખી છે જેી કોઈપણ નાની ચકરડીવાળા રૂ.૧૦થી વધારે ટિકિટ દર નહીં વસુલી શકે.

દરમિયાન લોકમેળાની જુદી જુદી કેટેગરીમાં સ્ટોલના ડ્રો અને હરરાજી માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જેમાં રમકડા, ખાણીપીણી, હાી ચાલતી ચકરડી વગેરે માટે ભરવામાં આવેલા ફોર્મનો તા.૮ ઓગષ્ટના રોજ ડ્રો કરવામાં આવશે. જયારે ખાણીપીણી મોટી, રમકડા કોર્નર અને આઈસ્ક્રીમ ચોકઠા માટે તા.૮,૯ અને ૧૦ના રોજ અલગ અલગ હરરાજી યોજવામાં આવશે.

લોકમેળા ૨૦૧૮માં તંત્ર દ્વારા રમકડામ ટે ૧૭૮ સ્ટોલ, ખાણીપીણી માટે ૧૪ સ્ટોલ, નાની અને મધ્યમ હાી ચાલતી ચકરડી માટે કુલ ૩૨ પ્લોટ અને જુદી જુદી કેટેગરીમાં યાંત્રીક આઈટમો માટે કુલ ૪૪ પ્લોટ, આઈસ્ક્રીમ ચોકઠા માટે ૧૬ પ્લોટ મળી લોકમેળામાં કુલ ૩૨૧ પ્લોટ-સ્ટોલ ધર્ંધાી માટે રાખવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.