Abtak Media Google News

વિદેશથી આવનાર એનઆરઆઈને હવે ક્વોરેન્ટાઇન થવા માટે હોટલ ઉપરાંત ઘરનો પણ વિકલ્પ મળશે : મોટાભાગના લોકો હોટલોમાં પેઈડ ક્વોરેન્ટાઇન થવાનો વિકલ્પ પસંદ કરતાં હોય હોટલ ઉદ્યોગને ફાયદો થવાના અણસાર

કોરોનાના સંકટમાં અખાતમાં ફસાયેલા ભારતીયો માટે ૯૭ ફ્લાઈટો ઉડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ક્વોરોન્ટાઇનનું પ્રમાણ વધવાનું છે. અને મોટાભાગના લોકો પેઈડ ક્વોરોન્ટાઇન થવાનું પસંદ કરતા હોય હોટેલ ક્ષેત્રને રાહત મળવાની છે. જો કે સરકાર દ્વારા નિયત હોટેલો સાથે જ ટાઈઅપ કરવામાં આવ્યું હોય આ હોટેલોમાં ક્વોરોન્ટાઇન થનારા લોકોની સંખ્યા વધશે માટે તેને ફાયદો થશે તે નક્કી છે.

કોરોનાની કટોકટી દરમિયાન વિશ્વમાંથી ભારતીયોને સ્વદેશ લાવવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વંદેમાતરમ અભિયાનમાં હવે ખાનગી વિમાની કંપનીઓ પણ જોડાઈ રહી છે. ગુરુવારે ભારતીયોને પરત લાવવાના અભિયાનમાં ઈન્ડિગોની સામેલગીરીની જાહેરાત કરવામાં આવી હતી. વંદે માતરમ મિશન અંતર્ગત ઇન્ડિગોને ૯૭ ફ્લાઈટો દ્વારા અખાતના દેશોમાં રહેતા ભારતીયોને વતન વાપશીની જવાબદારી સોંપવામાં આવી છે. જે સાઉદી અરેબિયા, દોહા, કુવૈત અને મસક્તથી ભારતીયોને વતન લઈ આવશે. કુલ ૧૮૦ વતન વાપસીની ફ્લાઈટમાં ઇન્ડિગોને અડધા ઉપરાંતની ફ્લાઈટો ફાળવવામાં આવી છે.

ઈન્ડિગો સીઈઓ રંજય દતાએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાંથી ભારતીયોની વતન વાપસી માટે સરકારે અમને જે જવાબદારી સોંપી છે. તેનાથી અમે ખૂબ ઉત્સાહ અનુભવી રહ્યા છીએ. પરદેશથી આપણા ભારતીયોને વતન લાવવા માટેની કામગીરી માટે અમે તૈયાર છીએ. જે લોકો આર્થિક સંકળામણ અને ફ્લાઇટ કેન્સલ થઈ જવાના કારણે ફસાયેલા છે. તેઓને વતન લઈ આવવા માટે ઇન્ડિગોને કામ સોંપવામાં આવેલ છે. દેશની આપતિના આ સમયમાં જ્યારે મધ્યપૂર્વના દેશોમાંથી ભારતીયોને પાછા લાવવાની પડકારજનક પરિસ્થિતિ આવી પડી છે. ત્યારે દેશને મદદરૂપ થવા માટે ઈન્ડિગો મહત્તમ કામના કલાકો ફાળવશે.

ઇન્ડિગોના ફાળે આવેલી વતન વાપશીની ફ્લાઈટમાં ૩૬ સાઉદીની ફ્લાઇટ, ૨૮ દોહાની ફ્લાઇટ, ૨૩ કુવૈતની ફ્લાઇટ અને ૧૦-૧૦ મસક્ત અને કેરાલાની ફ્લાઇટ ઉપડશે. જો કે ખાનગી વિમાન કંપનીઓને ટિકિટના દર નક્કી કરવાની સ્વાયત્તતા આપવાના પગલે ભાડાની બાબતે આ વિકટ પરિસ્થિતિમાં વતન વાપસી કરવા ઇચ્છતા લોકોને વધુ ખર્ચ ન થાય તે માટે તકેદારી રાખવાનો સુર પણ ઉઠ્યો છે. બીજી તરફ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ક્વોરન્ટાઇનના નિયમોમાં સુધારા સાથે નિયમો સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા પરદેશથી આવતા લોકો માટે ઘરમાં જ ક્વોરન્ટાઇન થવાની છૂટ આપવામાં આવી છે. જો કે મોટાભાગના લોકો ઘરમાં ક્વોરોન્ટાઇન થવાને બદલે હોટેલોમાં પેઇડ ક્વોરન્ટાઇન થવાનું વધુ પસંદ કરશે તે નક્કી છે. કારણકે કોઈ એક કે બે વ્યક્તિને કારણે આખા પરિવારનાને કેદ થવા દેવાનો વિકલ્પ કોઈ પસંદ કરી શકે નહીં. ફ્લાઈટોની સંખ્યા વધતા મોટી સંખ્યામાં એનઆરઆઈ અહીં આવવાના છે. જે પોતાના ઘરે ક્વોરોન્ટાઇન થવાનો વિકલ્પ પસંદ કરવાને બદલે હોટેલોમાં પેઈડ ક્વોરન્ટાઇન થશે. જેથી છેલ્લા બે મહિનાથી બંધ પડેલા હોટેલ ઉદ્યોગને રાહત મળવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.