Abtak Media Google News

કુપવાડા જિલ્લામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ સલામતી જવાનો શહીદ થયાના બીજા દિવસે કુંપવાડા ખાતેના એક પોઈન્ટ ઉપર આતંકીઓએ હુમલો કરતા ૩ સીઆરપીએફનાં જવાનો શહિદ થયા હતા અને અન્ય બે જવાનો ઘવાયા હતા.સોમવારે અતંકીઓએ ચેકપોઈન્ટ પર હુમલો કરતા સલામતી દળોએ સામે ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં એક માનસીક અસ્થિર બાળકનું પણ મોત થયું હતુ.

કુપવાડા જિલ્લાના કલંગુડ વિસ્તારમાં વાંગલ કામીયાબાદથી સીઆરપીએફનરી ચેકપોસ્ટ ઉપર આતંકીઓ આડેધડ ગોળીબાર કરતા જવનોએ વળતો જવાબ આપ્યો હતો. આ અથડામણમા ત્રણ સીઆરપીએફનં જવાનો સ્થળ પર જ શહિદ થયા હતા સલામતી જવાનોએ વળતો ગોળીબાર કરતા શાંતિ થઈ હતી.આતંકીઓ અને સલામતી જવાનો વચ્ચેના ગોળીબારમાં ૧૫ વર્ષનો બાળક મોહંમદ હાતીમ બટનું સ્થળ પર જ મોત થયું હતુ આ બાળક માનસીક અસ્થિર હોવાનું લશ્કરી સતાવાળાઓએ જણાવ્યું હતુ.

આ વિસ્તારને તુરત ઘેરી લેવાયો હતો. અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરાઈ છે. કુપવડા જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં સલામતી દળો પર આ બીજો હુમલો થયો હતો.શનિવારે હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં લશ્કરનાં બે અધિકારી જમ્મુ અને કાશ્મીરના પોલીસમેન સહિત પાંચ જવાનો શહિદ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.