રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની રવિવારે રપમી વાર્ષિક સાધારણ સભા

સિલ્વર જયુબીલી વર્ષ ઉજવાશે: નિવૃત્ત  થયેલા કર્મચારીઓ, તેજસ્વી બાળકો, પૂર્વ પ્રમુખ-મંત્રીઓનું સન્માન કરાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ની હિસાબી વર્ષની સાધારણ સભા તા. ૧૯-૧૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે બી.જે. ગરૈયા આયુર્વેદિક અને હોમિયોપેથીક કોલેજ, કાળી પાટ, ભાવનગર રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ સાધારણ સભામાં કર્મચારીઓના તેજસ્વી બાળકોનું સન્માન, ગત વર્ષે નિવૃત થયેલ કર્મચારીઓન સન્માન સાથે રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળના રપ વર્ષ પૂર્ણ  થતા હોય ૧૯૫૫ માં મંડળની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીના તમામ પૂર્વ પ્રમુખો અને મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ સાધારણ સભામાં રાજકોટ-મોરબી જીલ્લાના આહીર જ્ઞાતિના તમામ કર્મચારીઓને સહપરિવાર પધારવા કર્મચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળના પ્રમુખ રાવતભાઇ ડાંગર, મંત્રી ચંદુભાઇ મિયાત્રા, મંડળના હોદેદારો, દિનેશભાઇ હુંબલ, મનસુખભાઇ બાળા, મહેશભાઇ ચાવડા, નિર્મળભાઇ મેતા, કિરીટભાઇ મૈયડ, દિલીપભાઇ ચૌહાણ, રાજેશભાઇ ડાંગર, રમેશભાઇ છૈયા મંડળના પૂર્વ પ્રમુખ ધીરુભાઇ ડાંગર, જઠસુરભાઇ ગુજરીયા, પ્રો. રમેશભાઇ ડાંગર, પ્રો. રામભાઇ વારોતરીયા, સુભાષભાઇ ડાંગર, કરશનભાઇ મેતા તથા કારોબારી અને સક્રિય સભ્યો પુંજાભાઇ વરુ, કમલેશભાઇ બાબરીયા, ટપુભાઇ સુવા, ભુપતભાઇ છૈયા, વિજયભાઇ કુંભરવાડીયા, કાનાભાઇ રામ, ભાનુભાઇ મિયાત્રા, અજીતભાઇ લોખીલ, સંદીપભાઇ અવાડીયા, ગૌતમભાઇ રાઠોડ, રમેશભાઇ બોરીચા સહીતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...