Abtak Media Google News

ભારતમાં મોબાઇલ કોલિંગ સુવિધા શરૂ થઈ હતી, તે સમયે ઇનકમિંગ કોલ માટે 8 રૂપિયા ચૂકવવા પડતા. 31જુલાઈ 1995માં પ્રથમ વખત દેશમાં મોબાઇલ સર્વિસ શરૂ થઈ હતી. મોદી ટેલ્સ્ટ્રા કંપની આ  સર્વિસ શરૂ કરનાર દેશની પ્રથમ કંપની બની હતી.

પ્રથમ કોલ કોલકતાથી દિલ્લી કરવામાં આવ્યો હતો. ભારતમાં મોબાઇલ ફોન 25 વર્ષનો થઈ છે. 31 જુલાઈ 1995માં ભારતમાં પ્રથમ વાર મોબાઇલ સર્વિસ શરૂ થઈ હતી. વર્ષ 1995માં શરૂ થયેલી આ સર્વિસ આજે આખા દેશમાં કરોડો લોકો સુધી પોહચે છે. તે સમયથી અત્યાર સુધી મોબાઇલ ફોન અલગ અલગ ફીચરસ  સાથે આવ્યા છે. તે સમય મોબાઇલનો ઉપયોગ માત્ર વતું કરવા માટે હતો એટલા જ કીપેડ મોબાઈલએ આવતા જ્યારે આજે ટચસ્ક્રીન વાળા અને અલગ ફીચર સાથે આવ્યા છે. આજે સ્માર્ટફોન અભ્યાસ, ખરીદી, મૂવી, નેટ બેંકિંગ, અને ગૂગલ મેપમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ થાય છે. 25 વર્ષ પેહલાં દેશમાં તેની યાત્રા PCOથી લાંબી કતારથી હવે લોકોના ખીસા સુધી પોહચી છે. ચાલો જાણીય મોબાઇલ ની 25 વર્ષ ની યાત્રા.

 

Mobile Phone Evolution

મોદીઆ ટેલ્સ્ટ્રાએ આ સર્વિસ શરૂ કરી હતી.

આ કંપનીએ ભારતમાં મોબાઇલ સર્વિસ પ્રત્મ શરૂ કરી હતી.  આ  સર્વિસ નું નામ મોબાઇલ નેટ રાખવામા આવ્યું હતું. આ કંપની બાદ સ્પાઇલ ટેલિકોમ કંપનીએ પણ આ સર્વિસ શરૂ કરી હતી.

પ્રથમ કોલ કોલકતાથી દિલ્લી કરવમાં આવ્યો હતો.

31 જુલાય 1995એ દેશમાં પ્રથમ મોબાઇલ કોલ કરવામાં આવ્યો હતો. 25 વર્ષ પહેલા વેસ્ટ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ તે સમય  મોબાઇલ નેટ સર્વિસની શરૂઆત કરી હતી. કેન્દ્રિય સંચાર મંત્રી સુખરામને દિલ્લી કર્યો હતો. આ કોલ કરવા નોકીયા નો મોબાઇલ ઉપિયોગ કરવા માં આવ્યો હતો.

ઇનકમિંગ કોલ માટે પણ પૈસા આપવા પડતાં

25 વર્ષ પહેલા આઉટગોઇંગની સાથે ઇનકમિંગ કોલ ના પણ પૈસા આપવા પડતાં, આઉટગોઇંગ કોલ માટે ગ્રાહકોએ પ્રતિ મિનિટ ના 16 રૂપિયા આપવા પડતા. અને ઇનકમિંગ કોલ માટે પ્રતિ મિનિટના 8 રૂપિયા આપવા પડતાં. તે સમયે મોબાઇલ ખરીદવા માટે 4900 રૂપિયા ચૂકવા પડતાં. 5 વર્ષ માત્ર 10 લાખ જ ગ્રાહકો થય હતા.

2003માં ઇનકમિં કોલ મફત થયા.

વર્ષ 2003માં cpp કોલિંગ પાર્ટી પેજ નો સિધાન્ત લાગુ થયો હતો એટલે કે મોબાઇલ ઇનકમિંગ કોલ ફ્રી કરવા માટે આવ્યો હતો. સાથે જ લેન્ડલાઇન પેર ઇનકમિંગ કોલનો ચાર્જ ઘટાડીને પ્રતિ મિનિટ 1.20 રૂપિયાકરવામાં આવ્યા હતા તેને લીધે ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો.

2008માં 3જી અને 2012માં 4જીએ એન્ટ્રી કરી હતી.

વર્ષ 2009માં 3જી ટેક્નોલોજીએ નેટવર્કની દુનિયા ચમકાવી હતી. આ ટેક્નોલોજીની ડેટા ટ્રાન્સફર સ્પીડ 21 mphs છે. જે 2જી ની સરખામણીએ ઘણી વધારે છે. વર્ષ 2012માં 4જીની આરંભ થયો હતો. હવે દેશ 5જી ની તૈયારી કરે છે.

 

Cell Phone Evolution Flat Vector 15200158 1

આજે દેશમાં 50 કરોડથી વધારે સ્માર્ટફોને યુઝર છે.

આજે ભારતમાં 50 કરોડ થી વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 2019માં દેશમાં સ્માર્ટફોન યુઝર 50.22 કરોડ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.