Abtak Media Google News

ગોવિંદ પ્રભુ સેવા મંડળ આયોજીત મહોત્સવમાં પ્રથમ દિવસે વિશાળ શોભાયાત્રા નિકળશે: પ્રવકતા તરીકે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.વલ્લભલાલજી મહોદય બિરાજશે: મુખ્ય મનોરથી રજનીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ

ઉપલેટા શહેરનાં આંગણે વૈષ્ણવ સમાજ માટે વધાઈનો સુરજ ઉગ્યો છે. આગામી તા.૨૪ને શુક્રવારથી તા.૨૬ને રવિવાર ત્રણ દિવસ માટે ત્રિદિવસીય ભગવદ ગુણગાન મહોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત વૈષ્ણવ સમાજનાં શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ ઉપલેટા દ્વારા કરવામાં આવેલ છે.

આ અંગે માહિતી આપતા ગોવિંદ પ્રભુ સેવા મંડળ ઉપલેટામાં દેવેનભાઈ ધોળકિયા, જગદીશભાઈ જોબનપુત્રા, હસમુખભાઈ રાજપરા, ડાયાબાપા, કમલેશભાઈ શેલારકા, કાંતીભાઈ લાડાણીએ જણાવેલ કે આગામી તા.૨૪ને શુક્રવારથી તા.૨૬ને રવિવાર સુધી ત્રિદિવસીય ભગવદ ગુણગાન મહોત્સવનું સમસ્ત વૈષ્ણવ સમાજ માટે વૃજધામ બાપુના બાવલા ચોક કન્યા શાળાના ગ્રાઉન્ડમાં ઉપલેટામાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.Photogrid 1558411410497 1

સર્વ વલ્લભ વૈષ્ણવ સૃષ્ટિને જણાવતા આનંદ થાય છે કે, ભકિત માર્ગ સર્વ માર્ગ વૈ લક્ષણ્યાનનું ભૂતિકૃત સ્વ‚પે પ.પૂ. પા.તિ.લી.ગો.૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીની કૃપાથી એવમ મહોદાર ચરિત્રવાન ભકત્યુત્સતા દસંજીત: સ્વરૂપ પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી અપરેય તેમના આત્મ જ યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી જય વલ્લભ મહોદયના માર્ગદર્શન અનુસાર તથા શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ ઉપલેટા દ્વારા ત્રિદિવસીય ભગવદ ગુણગાન મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રવકતા તરીકે યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ. પા.ગો.૧૦૮ શ્રી જય વલ્લભ લાલજી મહોદયની કૃપા કરી વચનામૃતનું રસપાન કરાવશે. તા.૨૪/૫ને શુક્રવારે બપોરે ૨ કલાકે બસ સ્ટેન્ડ ચોકથી સામૈયા કરવામાં આવશે.

તેમજ દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ કલાક સુધી વચનામૃત કરાવશે. તા.૨૬/૫ને રવિવારે બપોરે ૧ કલાકે વૈષ્ણવોને બહસંબંધ તેમજ વૈષ્ણવો માટે મહાપ્રસાદ તા.૨૬ને રવિવારે સાંજે ૭ કલાકે રાખવામાં આવેલ છે. આ ત્રિદિવસીય ભગવદ ગુણગાન મહોત્સવનાં મુખ્ય મનોરથી તરીકે ડી.ડી. જવેલર્સવાળા રજનીકાન્તભાઈ દ્વારકાદાસ ધોળકિયા પરિવાર રહેશે. જયારે સહ યજમાન તરીકે ઉતમ ઈન્ડસ્ટ્રીઝવાળા પ્રભુદાસભાઈ મુળજીભાઈ ભલાણી, શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝવાળા મુળજીભાઈ લાલજીભાઈ રૂપાપરા અને ગોકુલ હાર્ડવેરવાળા ધરમશીભાઈ નાથાભાઈ સેલારકા રહેશે. આ અંગે વધુ માહિતી માટે મો.૯૦૧૬૦ ૭૯૩૯૯ ઉપર સંપર્ક કરવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.