Abtak Media Google News

ચીનમાં ફસાયેલા ભારતના 23 ખલાસીઓને માદરેવતન પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી 14 જાન્યુઆરીના રોજ આ ખલાસીઓને ભારત પરત લેવામાં આવશે.

ભારતીય ખલાસીઓને પરત લાવવા મુદ્દે કેન્દ્રીય વહાણ અને જળમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા 23 ભારતીય ખલાસીઓ 14 જાન્યુઆરીએ ઘરે પરત ફરશે. માલવાહક જહાજ એમવી જગ આનંદ જાપાનના ચિબાની યાત્રા પર જવાનું છે. જેનાથી ચીનમાં ફસાયેલા અમારા ખલાસીઓ ભારત આવી રહ્યા છે.

નોંધનીય છે કે, ચીનના જળક્ષેત્રમાં ભારતના 23 જેટલા ખલાસીઓ ઘણા સમયથી ફસાયા હતા. આ સ્થળેથી બહાર કાઢવા માટે તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન તેમને બહાર કાઢવા માટે હવે અભિયાન હાથ ધરાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.