Abtak Media Google News

આજી-લાલપરી ડેમ સુધી નર્મદાનું પાણી પહોંચાડતી સૌની યોજના, ૧૫૪ કરોડના ખર્ચે આધુનિક બસસ્ટેશન, ૨૦૦ એકરમાં સ્વપ્નનગરી જેવું વિશાળ રેસકોર્સ, ૫૦૦ બેડની સૌરાષ્ટ્રની એકમાત્ર મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ અને વિશ્વકક્ષાનું અદ્યતન એરપોર્ટની વિજયભાઈ રૂપાણીની રાજકોટની પ્રજાને ભેટ

 

રાજકોટ રંગીલું શહેર છે પણ અત્યાર સુધી અમુક સમસ્યાઓ રાજકોટની સો કાયમ માટે જોડાયેલી હતી. તેમાંી સૌી મોટી સમસ્યા એટલે પીવાના પાણીની સમસ્યા.  એવી જ રીતે સૌરાષ્ટ્રના મુખ્યમક એવા રાજકોટ સો જોડાયેલી બીજી સમસ્યા બસ સ્ટેન્ડમાં રહેલી ઓછી સગવડતા.

આટલા મોટા શહેરની વચ્ચે એક જ રેસકોર્ષ, એટલે વારતહેવારે ખુલ્લું રેસકોર્ષ ગીચ માનવ મહેરામણમાં ફેરવાઈ જતું. રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય હોવાી અહીં આખા સૌરાષ્ટ્રમાંી દર્દીઓ સારી તબીબી સારવાર માટે આવે છે. જો કે ઘણી વખત દર્દીઓને જોઈતી સારવાર ન મળતા અમદાવાદ કે મુંબઈ સુધી જવું પડતું હતું. આ સિવાય દેશવિદેશી રાજકોટની મુલાકાત લેતા વૈશ્વિક પ્રવાસીઓને નડતી સૌી મોટી મુશ્કેલી એ હતી કે રાજકોટ એરપોર્ટનો રનવે ટૂંકો હોવાી મોટા વિમાનો રાજકોટમાં ઉતરાણ કરી શકતા ન હતા. પણ હવે નવા વિશ્વકક્ષાના અદ્યતન એરપોર્ટી આ સમસ્યા દૂર ઇ જશે અને રાજકોટની કનેક્ટિવિટી દેશ-વિદેશના મોટા શહેરો સો જોડી શકાશે.

મુખ્યમંત્રી બન્યા તે પહેલા પણ વિજયભાઈ ‚પાણીએ રાજકોટની પ્રજાના પ્રશ્નોને ઉપર સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આમેય વિજયભાઈ ‚પાણીી વધારે રાજકોટને કોણ સારી રીતે ઓળખી શકે?

વિજયભાઈ ‚પાણી ચોવીસ કલાક સમાજની વચ્ચે રહીને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન રીતે સૌના દુ:ખમાં સહભાગી બને છે અને બધાના પ્રશ્નો ઉકેલવા માટે બનતી તમામ મહેનત કરે છે. મુખ્યમંત્રી રાજકોટના હોવાી એક તરફ તેમના મનમાં રાજકોટના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા રહેલી છે અને એટલે જ તેઓ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા અને વિકાસ વિરોધી અભિગમ વચ્ચે પણ રાજકોટને સદા અગ્રેસર બનાવવા માટે તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે.

વોર્ડના કોર્પોરેટરી લઈને વિધાનસભામાં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીની તેમની સફરમાં રાજકોટ તેમના માટે હંમેશા સવિશેષ પ્રિય અને પોતાનું રહ્યું છે અને એટલે જ આજે રાજકોટમાં લોકકલ્યાણકારી સુવિધાઓનો સૂર્યોદય ઇ રહ્યો છે અને આ જોઇને વિરોધીઓની આંખો અંજાઈ ગઈ છે. હંમેશા પ્રજાના કામમાં અડચણ ઉભી કરનાર વિરોધીઓને એ જ ની સમજાતું કે એક વ્યક્તિ આટલી બધી જગ્યાએ કેવી રીતે ધ્યાન આપી શકે છે? તેમને માત્ર એટલું જ કહેવાનું કે મન હોય તો માળવે જવાય તે આનું નામ.

એકવીસમી સદીમાં રાજકોટનું સોનેરી ચિત્ર સર્જવા સતત કાર્યરત મુખ્યમંત્રી વજયભાઈ ‚પાણીના પ્રજાલક્ષી કામોનો ઉલ્લેખ કરતા રાજુભાઈ ધ્રુવ કહે છે કે લોકશાહીમાં વિપક્ષોનું ઘણું મહત્વ છે. વિપક્ષ એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. પરંતુ વિપક્ષે હંમેશા લોકતાંત્રિક નીતિનિયમો સો જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ. વિપક્ષની એકધારી વિકાસવિરોધી માનસિકતા વચ્ચે પણ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી જાણે તેમના કામ કી વિરોધીઓને જવાબ આપતા કહી રહ્યા છે કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં હૈ, સારી કોશિશે યહ હૈ કી રાજકોટ કી સૂરત બદલની હૈ.

રાજકોટના સોનેરી ભવિષ્યના નિર્માણ માટે વિજયભાઈ ‚પાણીના સ્વપ્ન સમા સોનેરી સોપાનો રાજકોટની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેતી સૌરાષ્ટ્રની લાઇફલાઇન સમી સૌની યોજના રાજકોટના આંગણે પહોંચી પહોંચવાને કારણે વગર વરસાદે રાજકોટના આજી-લાલપરી ડેમ છલકાશે અને ડેમનું તળિયું દેખાવાના સમાચાર ભૂતકાળ બનશે.

રાજકોટમાં ટ્રાફિક જામની સમસ્યાી પીડાતા હાલના બસસ્ટેશન વિસ્તારને બદલે ૧૫૪ કરોડના ખર્ચે નવા આધુનિક બસસ્ટેશનનું પુન: નિર્માણ વર્તમાન અને ભાવી પેઢી ક્યારેય નહીં ભૂલે. એ જ રીતે રાજકોટના વિકાસનો નવો નકશો તૈયાર કરતા હોય તેમ ૨૦૦ એકરના વિસ્તારમાં નિર્માણ વા જઈ રહેલું રેસકોર્ષ આવતા દાયકાઓ સુધી વિજયભાઈના રાજકોટ પ્રત્યેના સ્નેહની સાબિતી આપશે.

રાજકોટમાં આકાર પામી રહેલી સૌરાષ્ટ્રની ૫૦૦ બેડની સૌ પ્રમ અદ્યતન મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લેનારા લાખો દર્દીઓનાં આશીર્વાદ હંમેશા વિજયભાઈ ઉપર વરસતા રહેશે.

આ જ રીતે રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ અને રાજકોટ-અમદાવાદને જોડતો ફોરલેન હાઈવે હવે સિક્સલેન બનશે. જેનાી અકસ્માતોનું પ્રમાણ ઘટશે, લોકોની સુરક્ષા વધશે અને માલસામાનની હેરફેર ઝડપી બનશે.

આ અને આવા અનેક પ્રોજેક્ટ વિજયભાઈએ રાજકોટને આપેલી અનુપમ ભેંટ જ ગણી શકાય. તેમના કારણે જ રાજકોટને એઈમ્સ મળવાની સંભાવના ઉજળી બની છે. તાજેતરમાં રાજકોટમાં જ એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે ત્રીજા-ચોા વર્ગના કર્મચારીઓ માટે વન બેડમાંી ટુ બેડના આવાસ તા ગરીબ વર્ગના લોકો માટે આવાસ યોજનાઓ જાહેર કરતા જે પરિવારો વર્ષોી ઘરના ઘર માટે તરસતા હતા તેમનું સપનું સાકાર વા જઈ રહ્યું છે. વિજયભાઈ ‚પાણીએ નિર્ણાયક ભૂમિકા ભજવીને રાજકોટ સહીત સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનના ભારતીય જનતા પાર્ટી પ્રત્યેના વિશ્વાસને માનભેર ર્સાક કર્યો હોવાનું રાજુભાઈ ધ્રુવ જણાવે છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.