Abtak Media Google News

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલસીબીએ મંગળવાર બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા સંદીપભાઈ બેચરભાઈ રાજગોરના ઘરે રેડ કરીને ૧૯૮ ઈંગ્લીશ દારૂનો બોટલો સાથે તેને ઝડપી લીધો હતો બાદમાં પોલીસે આ શખ્સની વધુ દારૂનો જથ્થો ક્યાં છુપાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રાજગોર શેરીમાં આવેલ તેના બંધ હાલતમાં ખંઢેર જેવા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત આપી હતી.જેના આધારે માળીયા પીએસઆઇ જી.વી.વાણિયા તથા સ્ટાફના ચેતનભાઈ કડીવાર ,જયસુખભાઈ વસીયાણી, વિપુલભાઈ ફુલતરિયા, મનસુખભાઇ મંઢ સહિતનાએ આરોપીના વવાણીયા ગામે આવેલા જુના ઘરે દોરડો પાડીને ત્યાંથી રૂ.૮૧,૬૦૦ ની કિંમતની ૨૦૪ ઈંગ્લીશ દારૂની બોટલો. જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.