Abtak Media Google News

સટ્ટા બજારમાં ગુજરાત લાયન્સની ટીમ ત્રીજા ક્રમે: મેચના અડધા કલાકમાં આંગડિયા મારફત નાણાં ચૂકવી દેવામાં આવે તેવી વ્યવસ્થા

આઈપીએલ સિઝન-૧૦ ૫મી એપ્રિલી શરૂ થવાની છે ત્યારે બુકીઓએ સટ્ટો લેવા માટે ગ્રાહકોની ડાયરીઓ તૈયાર કરી દીધી છે. દરરોજ મેચમાં રમાડવામાં આવનાર સટ્ટાના હિસાબ મેચ પુરી યાના અડધો કલાકમા કરીને નાણાં આંગડિયા મારફતે ચૂકવવાનું કહેવામાં આવ્યુ છે. મેચ માટે બુકીઓએ એડવાન્સમાં બોબડી લાઈનો પંટરોને આપી દીધી છે. એક બોબડી લાઈન માટે રૂ.૩૫૦૦ વસૂલવામાં આવી રહ્યા છે. સટ્ટાબજારમાં અત્યારે બેગ્લોરની ટીમ હોટફેરવિટ છે. રોયલ ચેલેન્જર બેગ્લોરની ટીમનો ભાવ રૂ.૪ થી ૪.૪૦ જેટલો છે.જયારે સૌી નબળી ટીમ તરીકે કીંગ પંજાબનો ભાવ રૂ.૧૨.૫૦થી ૧૪ છે.ગુજરાત લાયન્સ ટીમ ત્રીજાક્રમે મુકવામાં આવી છે.જેનો ભાવ રૂ.૫.૬૦થી ૭ ચાલી રહ્યો છે.

બુકીના જણાવ્યા મુજબ આ વખતે આઈપીએલની મેચોમાં ૨૦ હજાર કરોડનો સટ્ટો રમાય તેવી શકયતાઓ વ્યકત કરી રહ્યા છે. અમદાવાદના કેટલાક મોટા ગજાના બુકીઓએ મુંબઈ અને દુબઈમાં ગોઠવણ કરી છે. આઇપીએલમાં ૬પ મેચોમાં રનો, વિકેટ વધુ કોણ લેશે અને કઈ ટીમો આગળ છે તેની ઉપર ભાવો ખુલ્યા છે.બુકીઓએ ખોેલેલા ભાવમાં કઈ ટીમ ચેમ્પિયન બનશે તેની ઉપર એડવાન્સમાં કરોડો રૂપિયાના સોદા અત્યાર સુધીમાં પડયા છે.કેટલાક બુકીઓએ પંટરો પાસેી એડવાન્સ નાણાં લેવાનું શરૂ કર્યુ છે. આ વખતે એક જગ્યા બેસવાની જગ્યાએ અલગ-અલગ જગ્યા બેસવાનું નક્કી કર્યુ છે. અમદાવાદના એક આંગડિયા પેઢીમાં જ પંટરોને નાણાંનો હિસાબ ચુકતે કરવાનું નક્કી કર્યુ છે.

પોલીસના વહીવટદારો પણ કેટલાક બુકીઓની માહીતી મેળવી રહ્યા છે.જયારે કેટલાક વહીવટદારો બુકી સો ખાનગીમાં ભાગીદારીઓ કરીને રાતોરાત કરોડપતિઓ વાના સ્વપ્નો દેખી રહ્યા છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કિક્રિટના સટ્ટામાં દરોડા પાડીને મોટી જાહેરાતો કરી છે,પણ મુખ્ય બુકી સુધી પહોંચી શકયા નથી. એટલુ જ નહીં એફએસએલમાં અસલ મોબાઈલ મોકલતા પહેલા ડેટા ઉડાડી દેવામાં આવતો હોય છે અવા તો બીજો મોબાઈલ મોકલતા હોવાથી નીલ રિપોર્ટ આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.