રાપરના ત્રંબો ગામે પિતા, પુત્ર અને ભત્રીજા પર ૨૦ શખ્સોનો જીવલેણ હુમલો

રેતી ચોરી મુદ્દે હુમલો કરાયાની ચર્ચા

કચ્છના રાપર તાલુકાના ત્રંબો ગામે પિતા,પુત્ર અને ભત્રીજા ઉપર ૨૦ જેટલા શખ્સો કુહાડી, ઘારીયા અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે બનાવ પાછળનું કારણ સુત્રોમાં ચર્ચાઈ રહ્યાં અનુસાર પોતાની વાડી નજીકથી રેતી ચોરી કરાતી હોવાને લઈને આ હુમલો કરવામાં આવ્યો છે જેમાં બે લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે જેમાં વિજયભાઈ છગનલાલ રાજગોર ઉ.વર્ષ.૪૮, તેમના પુત્ર સુખદેવ ભાઈ વિજયભાઈ રાજગોર ઉ.વર્ષ.૨૨, તથા તેમના ભત્રીજા અશોક સુંદરજી રાજગોર ઉ.વર્ષ.૪૨ પર મુસ્લિમ સમાજના ટોળાએ જીવલેણ હુમલો કરતાં પ્રથમ રાપર અને ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલાંને ભચાઉ અને વધુ સારવારની જરૂર પડતાં આદિપુર હોસ્પિટલ ખાતે ખશેડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર બ્રાહ્મણ અને મુસ્લિમ જૂથ વચ્ચે થયેલ બબાલને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે ત્યારે બે દિવસ બાદ ધારાશાસ્ત્રીની હત્યા થઈ હતી અને આજે ફરી ત્રંબો ગામે લોહિયાળ જૂથઅથડામણને લઈને ચકચાર મચીજવા પામી છે ત્યારે ખૂની હુમલા અને તંગદિલી સર્જતાં તત્વોપર પોલીસની પકડ ન રહી હોવાનું રાપર તાલુકાના નાગરિકોમાં ચર્ચાઓ ઉઠીરહી છે ત્યારે હોસ્પિટલ ખાતે પહોંચેલ પોલીસ કાફલો બનાવ પાછળનું કારણ અને હુમલાખોર આરોપીઓને ઝડપીલેવા હાલ પોલીસ બેડામાં દોડધામ મચી છે.

Loading...