Abtak Media Google News

લોકશાહીને જીવંત રાખવા મતદાનનો અવસર

સમગ્ર દેશની જેના પર નજર છે તે ગુજરાત વિધાનસભાની પહેલા તબકકાની ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે જેમાં આશરે ર કરોડ મતદારો મતદાન કરી રહ્યા છે. ત્યારે પ્રથમ તબકકામાં રાજકોટ શહેર- જીલ્લાની ૮ સહીત ૮૯ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

રાજકોટ શહેર જીલ્લાની ૮ વિધાનસભા બેઠક માટે ૧૦૪ ઉમેદવારો વચ્ચે ચુંટણીજંગ ખેલાનાર છે. ત્યારે સૌથી મોટો હાઇ વોલ્ટેજ ડ્રામા ૬૯-રાજકોટની બેઠક પર જામવાનો હોય સમગ્ર દેશનું ઘ્યાન તેના પર મંડાયેલું છે. આ બેઠક પર મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરુ ચુંટણી લડી રહ્યા છે.

ત્યારે બે બળિયાઓ વચ્ચે બળાબળના પારખા થશે બન્ને નેતાઓ વચ્ચે જનતા કોને પસંદ કરશે તેનું પરિણામ ૧૮ ડીસેમ્બરે આવશે.

પહેલા તબકકાની ચુંટણીમાં ર કરોડ મતદારો છે જે પૈકી રાજકોટ શહેર જીલ્લાની ૮ બેઠકો પર ૨૦,૬૪,૭૫૯ મતદાર નોંધાયેલા છે. જેમાં ૧૦,૭૬,૬૫૪ પુ‚ષ મતદાર, ૯,૮૮,૦૮૯ મહીલા મતદારનો સમાવેશ થાય છે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

આજે બીજેપીના ૮૯, કોંગ્રેસના ૮૭, બીએસપીના ૬૪, એન.સી.પી. ના ૩૦, શિવસેનાના ૨૫, આપના ૨૧ તથા અન્ય ૬૬૧ ઉમેદવારો માટે પ્રથમ તબકકામાં ૨.૧૨ કરોડ મતદાનો મતદાન કરી રહ્યા છે.

કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર ,પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ વિગેરે માટે મતદાન થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.