Abtak Media Google News

બોલેરો કાર અને ૯૫ કિલો ચંદનનો જથ્થો જપ્ત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

દાદરાનગર હવેલી પોલીસે સેલવાસના રૂદાના ગામમાંથીચંદનની તસ્કરી કરતા ૧૮ શખ્સોને ૯૫ કિલો ચંદનના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ દાદરાનગર હવેલીમાં થતી ચંદન ચોરીને ડામવા પોલીસ દ્વારા ટીમો બનાવીને તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ પોલીસને ખાનગી રાહે હકીકત મળતા એક ટીમે રૂદાના ગામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એરોમેટીક કંપની પાસે બોલેરો કાર નીકળતા તેને અટકાવતા તેમાંથી ૯૫ કિલો ચંદનનો જથ્થો પકડાયો હતો. આ મામલે ખાનવેલ પોલીસે ૧૮ શખસોની ધરપકડ કરી બોલેરો કાર તેમજ ૯૫ કિલો ચંદન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.