Abtak Media Google News

તાજેતરમાં જ ટ્વિટર ઉપર ઇતિહાસની સૌથી મોટી હેકિંગ ઘટના બની હતી. ઘણા હાઇ પ્રોફાઇલ એકાઉન્ટ્સ હેક થઈ ગયા હતા. આમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ગેટ્સ, એલોન મસ્ક અને રેપર કાયન વેસ્ટના એકાઉન્ટને પણ હેકારોએ નિશાન બનાવ્યા હતા. આ એક મોટું હેકિંગ હતું અને કોઈ હેકિંગ ગ્રૂપે તેની જવાબદારી લીધી ન હતી. અલબત્ત આ હેકિંગ પ્રકરણ પાછળ 17 વર્ષના લવરમૂછિયાનો હાથ હોવાનું તાપસ દરમિયાન સામે આવ્યું હતું.

તેનું નામ ગ્રેહામ ઇવાન ક્લાર્ક છે જે ફ્લોરિડાનો રહેવાસી છે અને હાઇ સ્કૂલનો સ્નાતક છે. આ યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર 30 આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં છેતરપિંડી, હેકિંગ અને અપરાધ જેવી આરોપોનો સમાવેશ થાય છે.

ગ્રેહામ ઇવાન ક્લાર્ક આ ટ્વિટર હેકિંગનો મુખ્ય સૂત્રધાર હતો, જ્યારે તેની સાથે બે વધુ વ્યક્તિઓ સામેલ હતી. તેમાંથી એક યુકેનો મેસન જોન છે, જે 19 વર્ષનો છે. જ્યારે અન્ય હેકર નીમા ફાઝેલી છે, જે 22 વર્ષની છે.

મહત્વપૂર્ણ છે કે હેકિંગના સમાચાર આવ્યાના થોડા સમય પછી જ આ હેકિંગની પાછળ મિસ્ટર ક્રિક નામની એક વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું. આ યુવાન મિસ્ટર ક્રિક હોવાનું મનાય છે. આ યુવાને બનાવેલી ગેંગએ હેકિંગ માટે ઊંડાણથી તૈયારી કરી હતી.

યુવાને ટ્વિટરના કર્મચારીઓને પોતે ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનો કોવર્કર હોવાનો દાવો કરી કર્મચારીઓને વિશ્વાસમાં લીધા હતા. અને ત્યારબાદ કસ્ટમર સર્વિસ એક્સેસ ડાઉનલોડ કરી દીધા હતા. ફિશિંગ ટેક્નિકથી એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ થયો હતો. જેમાં ઘણા અંશે સફળતા પણ મળી હતી. તાપસ એજન્સીએ આ કેસમાં 8 લાખ ડોલરથી વધુના બીટકોઈન સિઝ કર્યા છે. વધુ તપાસ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.