Abtak Media Google News

કાલાવડમાં ર,૧૮,૮૭૦, જામનગર ગ્રામ્યમાં ર,ર૮,૩રર, જામનગર ઉત્તરમાં  ર,રપ,૦૩૧, જામનગર દક્ષિણમાં ર,૧ર,૧૩૯, જામજોધપુરમાં ર,૧ર,૬પપ, ખંભાળિયામાં ર,૭૩,૯૧૬ તથા દ્વારકામાં ર,૬૭,૮૯૦ મતદારો

દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ત્યારે ૧ર-જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી પારદર્શક રીતે થાય, વધુમાં વધુ લોકો મતદાન કરે, અને શાંતિપૂર્ણ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તથા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જામનગરનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું.

જામનગર લોકસભા બેઠક અંગેની તૈયારી તથા અન્ય વિગતોની જાણકારી માટે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આ સંસદીય મતવિસ્તારમાં છેલ્લા આંકડા મુજબ કુલ ૧૬,૩૮,૩ર૩ મતદારો નોંધાયા છે, તેમ છતાં તા. ર૪ મી માર્ચ, ર૦૧૯ સુધી ઓનલાઈન સહિતના માધ્યમથી હજુ પણ કોઈ મતદાર નામ નોંધણી કરાવી શકે તેવી વ્યવસ્થા ચાલુ છે.

જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે કાલાવડ વિધાનસભા બેઠક વિસ્તારમાં  ર૯૯, જામનગર ગ્રામ્ય માટે ર૭૭, જામનગર ઉત્તર માટે રર૧, જામનગર દક્ષિણ માટે ર૦ર, જામજોધપુર વિસ્તાર માટે ર૮ર, ખંભાળિયા બેઠક વિસ્તાર માટે ૩૩૮ અને દ્વારકા બેઠક વિસ્તાર માટે ૩રર મળી સમગ્ર સંસદીય મતવિસ્તારમાં કુલ ૧૯૪૧ મતદાન મથકો પર મતદાન થશે. જે માટે તંત્ર પાસે અત્યારે જરૃરિયાત કરતા ૧૪૦ ટકા ઈ.વી.એમ. તથા વીવીપેટની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ તમામ ઈવીએમ/વીવીપેટ મશીનોના દરેક વિધાનસભા બેઠક વાઈઝ કલેક્શન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે અને મતદાન પૂર્ણ થયા પછી તમામ ઈવીએમ મશીન જામનગરના મતગણતરી કેન્દ્ર  હરિયા કોલેજમાં લાવીને સ્ટ્રોન્ગ રૂમમાં સીલ કરી દેવામાં આવશે. તા. ર૩ મી મે, ર૦૧૯ ના દિને હરિયા કોલેજમાં મતગણતરી થશે.

વિધાનસભા વાઈઝ બેઠકોમાં કાલાવડમાં ર,૧૮,૮૭૦, જામનગર ગ્રામ્યમાં ર,ર૮,૩રર, જામનગર ઉત્તરમાં  ર,રપ,૦૩૧, જામનગર દક્ષિણમાં ર,૧ર,૧૩૯, જામજોધપુરમાં ર,૧ર,૬પપ, ખંભાળિયામાં ર,૭૩,૯૧૬ તથા દ્વારકામાં ર,૬૭,૮૯૦ મતદારો મતદાન કરશે.

લોકસભાની ચૂંટણીનું જામનગર બેઠક માટે તા. ર૮ મી માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ તા. ર૮.૩.ર૦૧૯ થી તા. ૪.૪.ર૦૧૯ ના બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારી પત્રની ચકાસણી પ.૪.ર૦૧૯ ના થશે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની તા. ૮.૪.ર૦૧૯ છે. તા. ર૩ મી એપ્રિલે મતદાન યોજાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. ર૭ મી મે ર૦૧૯ ના પૂર્ણ થાય ત્યાં સુધી આચારસંહિતાનો અમલ ચાલુ રહેશે.

આચારસંહિતાના અમલ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના બેનરો, નેતાઓના ફોટા બેનર, પોસ્ટર, ઝંડા વગેરેને દૂર કરવામાં આવી રહ્યા છે. ભીંત પર લખેલા સૂત્રો દૂર કરાયા છે અને આ તમામ પ્રચારાત્મક બાબતો એકાદ બે દિવસમાં દૂર થઈ જશે. ચૂંટાયેલા પદાધિકારીઓના વાહનો સંપાદિત કરી લેવામાં આવ્યા છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કરીને અસામાજિક શખ્સોની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આચારસંહિતાના કડક અમલ માટે જામનગર જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક દીઠ ત્રણ લેખે ૧પ ફ્લાઈંગ સ્ક્વોડ, તેમજ પાંચ સ્ટેટીક સર્વેલન્સ ટીમ, પાંચ વીડિયોગ્રાફી ટીમ તથા પાંચ વીડિયો સર્વેલન્સ ટીમની ગોઠવણ કરવામાં આવી છે.

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોઈપણ વ્યક્તિ પાસેથી રોકડા રૂ. ર૦,૦૦૦  થી વધુ રકમ મળશે તો તપાસ થશે. તેમજ રૂ. પ૦,૦૦૦ થી વધુ રકમ મળવાના કિસ્સામાં આવકવેરા અધિકારીઓની ટીમને તપાસ સોંપી દેવાશે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે ટોલ ફ્રી નં. ૧૯પ૦ કોઈપણ મતદાર કે નાગરિક ચૂંટણી સંબંધે મેળવી શકશે. તેમજ જિલ્લાનું વહીવટીતંત્ર ચૂંટણી પ્રક્રિયા પૂૃર્ણ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધી ક્લોક કામ કરવા તૈયાર છે.

જામનગર સંસદીય મતવિસ્તારના મતદારોને  આ લોકશાહીની પ્રક્રિયામાં નિર્ભય બની તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.આ પત્રકાર પરિષદમાં જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી મિતાબેન જોષી તથા પ્રોબેશ્નરી આઈએએસ અધિકારી ગુરબાની ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.