Abtak Media Google News

ગુજરાત રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન અને ભાવિ શક્યતાઓના ચિતાર માટે શ્રી એન.કે.સીંગના અધ્યક્ષસ્થાને દેશનું ૧૫મું નાણા પંચ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપરાંત મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંગ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતના નાણાકીય શિસ્ત, વ્યવસ્થાપન અને પડકારો વિશે વિશેષ વિચાર વિમર્શ કરાયો.

B9790E80 4Bb3 4D91 996C 3C0Eeb39Dc7B

23D0Ade9 C6B5 4119 9360 20Bdf23B0495મુખ્ય સચિવશ્રીએ ૧૫મા નાણા પંચના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે ગુજરાતની નાણાકીય સિદ્ધિ અને ભાવિ જરૂરિયાતોને ધ્યાને લઇ વિશદ દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. ૧૫મા નાણા પંચના અધ્યક્ષ શ્રી એન.કે.સિંગ ઉપરાંત શ્રી શશીકાન્ત દાસ, શ્રી અનુપસિંગ, ડૉ. અશોક લાહીદી, ડૉ. રમેશ ચંદ અને શ્રી અરવિંદ મહેતા સભ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

C0A622C1 8Af0 48Bc B054 Af015C0F26F3Ba6Ffd22 Fa4E 4Ca7 96D9 A7E88D89C535

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.