Abtak Media Google News

સેલફોન, પગરખા અને કપડાના દરમાં ફેરફાર કરશે!

આગામી ૧૪મી માર્ચના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પણ ખાસ ઉપસ્થિત રહેશે અને જે રીતે જીએસટીના દરમાં ફેરબદલ જોવા મળી રહ્યા છે તેને એક સમાન કરવા માટેની કવાયત હાથ ધરશે ત્યારે હાલ ઉત્પાદન ક્ષેત્રમાં જે રીતે જીએસટી દરમાં  ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે તેના કારણે આગામી ૧૪મી માર્ચના રોજ યોજાનારી જીએસટી મીટીંગ બજારમાં પ્રાણ પુરશે તેવું પણ માનવામાં આવે છે. આ તકે નાણામંત્રી નિર્મલા સીતારામને માહિતી આપતા જણાવ્યું હતું કે, જે રીતે જીએસટી નેટવર્ક પોર્ટલમાં કરદાતાઓને જે તકલીફ પડી રહી છે તેને દુર કરવા માટે ઈન્ફોસીસ કંપનીની મદદ લઈ નેટવર્ક પોર્ટલને સુસજજ બનાવાશે જેથી કરદાતાઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો ન પડે.

4. Thursday 2

જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઈ-વે બિલ સિસ્ટમ સહિત જે કોઈ કરદાતા જીએસટી અંગેની કરચોરી કરી રહ્યું છે તે માટે પણ ચર્ચા-વિચારણા કરશે. હાલ સેલ્યુલર ફોન ઉપર ૧૨ ટકા ડયુટી જોવા મળી રહી છે જયારે ઈનપુટ ૧૮ ટકા જેટલું મળે છે. પગરખા માટે જયારે વાત કરવામાં આવે તો ૧૦૦૦થી  નીચેના પગરખા પર ૫ ટકા જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ૧૦૦૦થી ઉપરના પગરખા પર સીધો ૧૮ ટકાનો દર લાગુ કરવામાં આવે છે ત્યારે ટેકસ ટાઈલ ક્ષેત્રમાં જીએસટીનાં દર એક સમાન ન રહેતા ઘણી તકલીફોનો પણ સામનો કરવો પડે છે જેમાં હાલ ટેકસટાઈલ ક્ષેત્રમાં ૫ ટકા, ૧૨ ટકા અને ૧૮ ટકાનો દર નિર્ધારીત કરવામાં આવ્યો છે ત્યારે ૧૪મી માર્ચની જીએસટી કાઉન્સીલની બેઠક અનેકવિધ રીતે ઉપયોગી નિવડશે અને માનવામાં આવે છે કે, ઉત્પાદન ક્ષેત્ર કે જેમાં સેલફોન, પગરખા અને કપડાનો સમાવેશ થાય છે તેમાં જીએસટી દરમાં કયાંકને કયાંક ફેરફાર કરવામાં આવશે.

જીએસટી દેશમાં અમલી બન્યાની સાથે જ નાણામંત્રાલય દ્વારા ઈન્ફોસીસને જીએસટી અંગેનો સોફટવેર બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે હાલ ૩૦ મહિનાનો સમય પસાર થઈ જતા જે સરળતા સોફટવેરમાં થવી જોઈએ તે ન થતા જીએસટી સાથે સંલગ્ન કરદાતાઓને ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે ઈન્ફોસીસ આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી જીએસટીના સોફટવેર સરળ બનાવે તે દિશામાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં ૧લી એપ્રિલથી લાગુ થતી લોટરી અંગેની ઓફરને પણ ધ્યાન પર લેશે. નાણામંત્રી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે હેતુસર જીએસટીને અમલી બનાવવામાં આવ્યું હતું તેમાં અપેક્ષિત કરતા જે નાણા એકત્રિત થવા જોઈએ તે થઈ શકયા નથી જેથી સિસ્ટમને આગામી દિવસોમાં વધુ સરળ બનાવવામાં આવશે જેથી તેનો લાભ મહતમ કરદાતાઓને મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.