Abtak Media Google News

કોરોનાની મફત તપાસની આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા

સંઘપ્રદેશ સેલવાસમાં ૧૩ લોકો કોરોનાથી મુકત થયા છે. આ સાથે કોરોનાથી મુકત થયેલા દર્દીઓની સંખ્યા ૬૯ થઇ છે.

આખા દેશમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. સંઘ પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના અસરગ્રસ્તોની સંખ્યા ૧૮૮ પહોંચી ગઇ છે. દાદરાનગર હવેલી જિલ્લામાં કોરોના સંક્રમતોની સંખ્યા ૯૬ થઇ છે. દમણ જિલ્લામાં ૭૯ તથા દીવ જિલ્લામાં સંખ્યા ૧૩ થઇ છે.

સંઘપ્રદેશમાં ૬૯ દર્દીઓ કોરોના મુકત થયા છે. તેમાં દાદરનગર હવેલી જિલ્લામાં ૪૮, દમણ જિલ્લામાં ૧૯ તથા દીવ જિલ્લામાં ૨ દર્દીઓ કોરોના મુકત થયા છે.

સંઘપ્રદેશમાં અત્યારે ૧૧૮ કોવિડ-૧૯ના દર્દીઓ છે. જેમાં દાદરાનગર હવેલી જિલ્લાના ૪૭, દમણ જિલ્લાના ૬૦ અને દીવ જિલ્લાના ૧૧ દર્દી છે

પ્રદેશમાં કોરોનાને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોઇપણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવછ હોય કે સ્વાદ, ગંધ પારખવામાં તકલીફ હોય કે શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તુરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ મફત આરોગ્ય તપાસ કરાવવા તથા આ અંગે ટોલ ફ્રી નં.૧૦૪ ઉપર જાણ કરવા તંત્ર અપીલ કરી છે. પ્રશાસન તરફથી સંઘપ્રદેશના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર વિનામૂલ્યે કોરોનાની તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ જણાવાયું છે. જો કોઇપણ વ્યક્તિને ઉપરોકત લક્ષણો જણાવતો ઘરમાં જ કેવારેનાઇન રહેવા, પોતાના કામ ધંધે ન જવા, ઘરમાં કોઇ વૃધ્ધ વ્યક્તિ હોય તો તેને નહી મળવા તંત્ર અપીલ કરી છે.

આ ઉપરાંત તમામ ઔદ્યોગિક અને કર્યાને કોઇ કર્મચારીમાં ઉપરોકત લક્ષણો દેખાયતો તેને આરોગ્ય કેન્દ્ર પર મોકલવા અને કર્મચારી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઘરે જ રહેવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

આ ઉપરાંત તપામ નાગરિકોને ભારત સરકારના આરોગ્ય તકેદારીના નીતી નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

કોરોના વાયરસ સંદર્ભે સાચી જાણકારી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સંઘ પ્રદેશની હેલ્પલાઇન ૧૦૪, રાષ્ટ્રીય હેલ્પલાઇન ૧૦૭૫ આફત વ્યવસ્થા નં.૧૦૭૭ અથવા વોટસઅપ નં.૭૨૧૧૧૬૨૧૩ ઉપર સંપર્ક કરવા તંત્રે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.