Abtak Media Google News

ટીપીના અનામત પ્લોટ અને ટીપી રોડ ખુલ્લા કરાવવા બુલડોઝરની ધણધણાટી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેનટ એકટ ૧૯૭૬ની કલમ ૬૮ અંતર્ગત ટી.પી. રોડના દબાણો દુર કરવા અગાઉ નવ મહિના પહેલા નોટીસ આપવામાં આવી હતી. ત્યારબાદ સદરહુ દબાણકર્તા દ્વારા દબાણ દૂર ન કરાતા આજરોજ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટીપી સ્કીમ નં.૯ રાજકોટ, એફ.પી. ને એસ.આઇ. પ સોશીયલ ઇન્ફાસ્ટ્રકચર, રૈયાધાર ટી.પી. સ્કીમ નં. ૯ રાજકોટ એફ.પી. નં. એસ.૧ એસ.ઇ. ડબલ્યુ એસ.એચ. રૈયાધાર ટી.પી. સ્કીમ નં. ૯ રાજકોટ ૧૮.૦૦ મીટર ટી.પી. રોડ હિંમતનગર, આદર્શ નિવાસી શાળા વાળો રોડ ટી.પી. સ્કીમ નં. ૯ રાજકોટ ૧૫.૦૦ મીટર ટી.પી. રોડ રીંગ રોડથી ગાર્બેજ સ્ટેશન સુધીનો રોડ આર.કે. હોલ ટાવર રોડ, ટી.પી. સ્કીમ નં. ૯ રાજકોટ ૧૨.૦૦દ મીટર ટી.પી. રોડ રૈયાધાર આવાસ યોજના વાળો રોડ, ટી.પી. સ્કીમ નં. ૧૬ રૈયા ૨૦.૦૦ મીટર ટી.પી. રોડ જે.કે. ચોકથી આકાશવાણી ચોક પરના અંદાજે ૧૨૬ કાચા-પાકા મકાન ઝુંપડાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેમાં ૯૦૨૬૩.૦૦ ચો.મી.ની અંદાજીત ૨૧૦.૦૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવ્યાં છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર અજય એમ વેગડ આર.એમ. મકવાણા, એ.જે. પરસાણા, પી.ડી. અઢીયા, જી.ડી.જોષી, એઆર. લાલચેતા, વી.વી. પટેલ સહીતના રોશની શાળા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ એમ શાખા, બાંધકામ શાખા, વિજીલન્સ શાખા ઘટના સ્થળે ઉપસ્થિત રહી છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વેસ્ટ ઝોન આસિસ્ટન્ટ ટાઉન પ્લાન્ટ અજય એમ વેગડએ જણાવ્યું હતું કે ટીપ. સ્કીમ-૯ હમણા મંજુર થઇ ડ્રાફટ સ્કીમ વખતે મંજુર થયા બાદ આપણે નોટીસ આપી હતી. અહિયા ત્રણ જેટલા ટી.પી. રોડ હતા જેમાં ૧ર મીટર, ૧પ મીટર, અને ૧૮ મીટર ત્રણેય ટી.પી. રોડ થઇને વીસ હજાર ચોરસમીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તે ઉપરાંત બે રીઝવેશન છે એક એસએલડબલ્યુનો અને એક સોશ્યલ ઇન્ફાસ્ટ્રકચર બન્નેનો થઇ સીતેર હજાર ચોરસમીટર જેટલી જગ્યા છે બધા થઇ ૧૨૬ જેટલા કાચા પાકા મકાન દુર કરવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.