Abtak Media Google News

૨૯મીએ વડાપ્રધાન મોદીને સત્કારવા રાજયભરનાં બહેરા મુંગા બાળકો એક સાથે રજૂ કરશે રાષ્ટ્રગીત: તમામ જવાબદારી વિરાણી બહેરા મુંગા શાળાના શિરે

૨૯મી એ વડાપ્રધાન મોદી રાજકોટ આવે છે ત્યારે આ પ્રસંગે ૧૨૦૦ બહેરા મુંગા બાળકોએ સાથે સાઈન ભાષામાં રાષ્ટ્રગાન કરશે આ ૧૨૦૦ બાળકોની જવાબદારી રાજય સરકારે વિરાણી બહેરા મુંગા શાળાના શિક્ષકોને આપી છે. અને રાજયભરની સ્કૂલમાંથી બાળકો આ રાષ્ટ્રગાનમાં જોડાશે અને વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, જેતપૂર, સોલા, બરોડા, પાલનપૂરથી પણ બાળકો જોડાશે ભારતમાં પ્રથમવાર આ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. અને આ પહેલા બીજા દેશનો ૮૦૦ વિદ્યાર્થીનો રેકોર્ડ છે. તે રેકોર્ડ બ્રેક થશે.

ડો.પી.વી.દોશી સ્થાપિત સંસ્થા છે. અને સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, જીલ્લા કલેકટર વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીસી અને મંત્રી હસુભાઈ જોષીની આગેવાનીમાં વિરાણી બહેરા મુંગા શાળાનો સ્ટાફ કરી રહ્યો છે.

સમગ્ર આયોજનનો હેતુ એ છેકેભારત ગુજરાત અને રાજકોટની શાન વધે અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળે અબતક સાથેની વાતચીતમાં મુકબધીર શિક્ષક હિરેન પંડયા અને અશોક કુકડીયાએ જણાવ્યું કે અમે ખૂબજ ગર્વ અનુભવીએ છે કે અમને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો મોકો મળ્યો છે. અમને સરકાર પ્રોત્સાહીત કરીને આગળ લાવવા માંગે છે જે ખુશીની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.