Abtak Media Google News

નારિયેળના ઉઘોગપતિઓ ચિંતામાં

ગુડસ અને સર્વિસ ટેકસ હાલ ભારતમાં અમલ થજઇ ગયો છે. ત્યારે ખાદ્યપદાર્થ પણ આ ટેકસમાંથી બાકાત નહી રહે તેમ હવે નારીયેળ ઉઘોગ પર પણ ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. જેના પગલે ઉઘોગને જોરદાર ફટકો પશડે. હાલ, નારીયેળની નિકાસમાં વધારો થયો છે. અને દેશમાં પણ નારીયેળની માંગ વધી રમી છે. જયારે વેપારીઓ કમાણી કરવાના મૂડમાં છે. તો હવે જીએસટી લાગુ થવાથી તેમના ઉઘોગમાં ચોકકસપણે નુકશાન થઇ શકે.દેશમાં ર૭ જુલાઇથી સૂકા નારિયેળ પર જીએસટીનો અમલ કરવામાં આવ્યો છે. તો નારીયેળના ઉઘોગપતિઓને પણ તેનો સામનો કરવો પડશે. કારણ કે દક્ષિણ ભારતના વિવિધ રાજયોમાં નારીયેળ પર શુન્યથી લઇ અને પ ટકા સુધીનો ટેકસ હતો. તો મહાવીર કોકોનેટ ઇન્ડસ્ટ્રીના એમ.ડી.એ. જણાવ્યું હતું કે કર્ણાટકના તિપતુરમાં સૂકા નારીયેળના આશરે ૮૦ એકમ છે જેનાથી રોજીંદા હજારો લોકો ગુજરાન ચલાવે છે. અને તેમના મોટાભાગના એકમોએ તેમના ઉત્૫ાદનમાં ૩૦ ટકા સુધીનો કાપ મૂકયો છે.જે આ એકમોને ચલાવવા માટે ખુબ જ ઓછું છે. ભારતમાં સૂકા નારીયેળનો નિકાસ વધી રહી છે. દક્ષિણમાં ઘણા એવા ઉત્પાદકો છે કે જેઓ એક લાખ ટન જેવું ઉત્પાદન ધરાવતા હોય તેમના ધંધામાં નુકશાન થશે. ૨૦૧૬-૧૭ માં નિકાસ ગત વર્ષ કરતાં આશરે ‚ા ૨૨૫ કરોડ નોંધાયું હતું. ભારતના સૂકા નારીયેળની નિકાસ કરનાર કંપનીના એક ભાગીદારે જણાવ્યું હતું કે તેઓ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, શ્રીલંકા જેવા દેશોમાં નારીયેળના ભાવમાં સ્પર્ધાત્મક બન્યા છે. માટે નિકાસનું પ્રમાણ વધી રહ્યું છે.મુખ્યત્વે ભારતના સૂકા નારીયેળની આયાત કરનાર ગલ્ફના દેશો છે. માટે ઉઘોગપતિઓને ઉંચા જીએસટી દરને લઇ વેશ્ર્વિક બજારમાં પોતાની સ્પર્ધા કયાંક ઓછી પડવાનો ભય સતાવે છે. વધુ એક ઉઘોગપતિએ જણાવ્યું હતું કે તેમને બહોળા પ્રમાણમાં નિકાસ કરવા માટે મિલ પાસેથી ખરીદી કરવી પડે તો જયારે હાલ સ્થાનિક કિંમત ‚ા ૯૦ હતી તે વધીને ‚ા ૧૫૦ થઇ ગઇ છે. તેની અસર તેમને ચોકકસ પડશે. જો કે અન્ય દેશોમાં સૂકા નારીયેળની કિંમત ઉંચી હતી માટે જ ભારતમાંથી વધુ નિકાસ કરાયો હતો તો હવુ જો ભારતમાં પણ નારીયેળના ભાવમાં વધારો થશે તો અન્ય દેશો ભારતમાંથી નિકાસ નહી કરે. વધુ પડતો દક્ષિણ ભારતનો હિસ્સો નારીયેળ અને ચોખાનું મુખ્યત્વે ઉત્પાદન કરે છે પરંતુ તેમના ઉઘોગમાં પણ હવે આંચકો આવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.