Abtak Media Google News

પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલા 11,356 કરોડ રૂપિયાના ગોટાળામાં નવમા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર અને ઈમ્પોર્ટેડ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કર્યા અને સ્ટીલના 176 કબાટ જપ્ત કર્યા છે. આ પહેલા ગુરુવારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલી જેમ્સ કંપનીને શો-કોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપ પર કાર્યવાહી કરી રહ્યા છે.

Ed Raid 02 1519364796

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.