Abtak Media Google News

જે રીતે યુએસમાં ૯૧૧ નંબર છે તેવી રીતે ભારતમાં પણ ૧૧ર ઇમજન્સી નંબરની સુવિધા શરુ થશે

સંઘપ્રદેશ દાદરા તેમજ નગર હવેલીમાં ૧૧ર નંબર ઇમરજન્સી સેવાની શરુઆત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સેવા દ્વારા લોકોને તતકાલ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પોલીસ અઘ્યક્ષ શરદ દરાડે એ પોલીસ ખાતાના મુખ્ય કાર્યાલયમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં આ સેવાના વિષયમાં વિસ્તૃત માહીતી આપી હતી.

તેઓએ જણાવ્યું હતું કે આ સેવા હાલમાં પોલીસ તેમજ ફાયર સેવા માટે શરુ કરવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં તેને આરોગ્ય સહીત અન્ય સેવાઓ સાથે જોડવામાં આવશે. તેમજ તેના માટે મોબાઇલ એપ પણ શરુ કરવામાં આવી છે. જેથી લોકો પોતાના સ્માર્ટ ફોનમાં આ એપ ડાઉન લોડ કરીને પણ આ સેવાનો લાભ લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઇમરજન્સી રિસપોન્સ સપોર્ટ સિસ્ટમ (ડાયલ ૧૧૨) નો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ હવે દાદરા તેમજ નગર હવેલીમાં પણ તેનો કંટ્રોલ રુમ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ ઇમરજન્સી સેવાથી પોલીસ અને ફાયર વિભાગને જોડવામાં આવ્યા છે. અને ત્યારબાદ આગામી દિવસોમાં ૧૦૮ નગરપાલિકા સહીતની સેવાઓ પણ જોડવામાં આવશે. જે રીતે યુ.એસ.માં ૯૧૧ નબર છે. તેવી રીતે ભારતમાં હવે આગામી દિવસોમાં ૧૧ર નંબર પ્રચલીત થશે. આ કોન્ફરન્સમાં એસ.પી. શરદ દરાડેએ વિસ્તૃત જાણકારી આપી હતી સાથે સાથે સેલવાસ પોલીસ મુખ્ય કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવેલા કંટ્રોલ રુમમાં કેવી રીતે સંચાલન કરવામાં આવશે અને મોબાઇલ એપ્લિકેશનના વિષયમાં પણ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે લોકોને કોઇપણ ઇમરજન્સીના સમયમાં ૧૧ર નંબર સેવા માટેના દીવ તેમજ દમણમાં મુખ્ય કોલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. પ્રથમ કોલ સેલવાસમાં આવશે. ત્યારબાદ તેને ઉચિત  સ્થાને ફોરવર્ડ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.