Abtak Media Google News

જિલ્લામાં જળસંચય અભિયાનમાં ગોંડલ તાલુકો મોખરે

લાખો ઘનફૂટ જળ જથ્થો ભૂગર્ભમાં સંગ્રહાશ

રાજકોટ શહેર-જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને સરકારે જિલ્લા વહીવટી તંત્રને સુચવેલા ગ્રામ્ય વિસ્તારના ૨૬૬ સામે જિલ્લા વહીવટી તંત્રએ ૩૦૬ કામો શરૂ  કર્યા હતા અને નગરપાલિકા વિસ્તારના ૬૦ મળી કુલ ૩૬૬ કામોમાં ૧૧૦ ટકા કામગીરી થઈ છે. પરિણામે ચાલુ વર્ષે ચોમાસામાં લાખો ઘનફૂટ પાણીના જથ્થાનો જળ સંચય થશે.

Img 20180522 Wa0025જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તા.૧લી મેથી રાજકોટ શહેર અને જિલ્લામાં શરૂ યેલી સુજલામ સુફલામ યોજનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં ગોંડલ તાલુકો કામગીરીમાં મોખરે રહ્યો છે. જો કે, અન્ય તાલુકાઓમાં પણ સરકારે સુચવેલા કામોથી વધુ કામો તંત્ર દ્વારા લોકભાગીદારીી હાથ ધરવામાં આવ્યા છે અને હાલના તબકકે જિલ્લામાં જળ સંચય અભિયાનની ૧૧૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

Img 20180522 Wa0028

વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોની સો સો જિલ્લાના છ નગરપાલિકા વિસ્તારમાં પણ જળસંચયના ૬૦ કામો હા પર લેવાયા છે. જેમાં નદી, કેનાલોની સફાઈ કામગીરીની સાથે સાથે તળાવો ઉંડા ઉતારવા અને અન્ય લગત કામગીરી પણ જોરશોરી ચાલી રહી છે અને જળ સંચય અભિયાનમાં તંત્રની કામગીરી ખૂબજ સુંદર રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.