ભુજના ગણેશનગરમાંથી જુગટુ રમતા ૧૧ ઝડપાયા: રૂ.૩૦ હજારની રકમ કબ્જે

ભુજ ગણેશનગર માં હનુમાન મંદિર પાસે આવેલ ચોમાં જાહેરમાં રૂપીયાની હાર જીતનો ધાણીપાસા વડે જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરતા  આરોપીઓના કબજા માંથી રોકડા રૂપીયા ૩૦,૨૦૦ ના મુદામાલ સાથે ૧૧ આરોપીઓને પકડી પાડેલ તેમજ આરોપીઓ લાલજી બચુ બારોટ ઉ.વ .૩૩ રહે.ચામુંડા માતાજીના મંદીર પાસે ગણેશનગર ભુજ, ખુશાલ રમેશગર ગોસ્વામી ઉ.વ .૨૩ રહે . રોકડીયા હનુમાન મંદીર પાસે ગણેશનગર ભુજ, મહેન્દ્રસિંહ દાનસંગજી સોઢા ઉ.વ .૪૬ રહે.ખોડીયાર મંદીરની બાજુમાં ગણેશનગર ભુજ , નવુભા રાહુભા સોઢા ઉ.વ .૩૨ રહે.ચામુડાં મંદીરની બાજુમાં ગણેશનગર ભુજ , ખીમજી હરીલાલ ચૌહાણ ઉ.વ .૪૧ રહે.આશાપુરા ગરબી ચોક ગણેશનગર ભુજ , જગદીશ ગેલાબારોટ ઉં.વ. ૩૬ રહે . આશાપુરા ગરબીચોક ગણેશનગર ભુજ, રોહન નાનજી બડીયા ઉ.વ .૨૩ રહે.ચબુતરા વાળી શેરી ગણેશનગર ભુજ, મહાવીરસિંહ દિલુભા વાઘેલા ઉ.વ .૨૩ રહે . શાળા નંબર ૨૦ ની બાજુમાં ગણેશનગર ભુજ , જુબેર મામદ નોડે ઉ.વ .૩૦ રહે.મોચીરાય રોડ મીરઝાપર તા.ભુજ , આરીફ જુસબ ચાકી ઉ.વ .૩૩ રહે.મીલ વિસ્તાર જુનાવાસ માનકુવા તા – ભુજ , હનીફ ખમીશા મેર ઉ.વ .૩૫ રહે.જુનાવાસ હોસ્પીટલ રોડ કોડકી તા . ભુજ – સામે આગળની કાર્યવાહી હાથ ધરી  હતી.

Loading...