Abtak Media Google News

ધો.૧૦ના બોર્ડના પરિણામ સાથે ચાણકય વિદ્યામંદિરે બોર્ડમાં તૃતીય સ્થાન મેળવી ફરી એક વખત ૧૦૦ ટકા પરિણામની પરંપરા જાળવી રાખી રાજકોટની અગ્રેસર શાળાનું બિ‚દ મેળવ્યું છે. બોર્ડમાં ૯૯.૯૭ પીઆર સાથે ભટ્ટ દર્શન એચ. ગુજરાત બોર્ડમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ નંબર સાથે અભિનંદનને પાત્ર બન્યા છે. ૯૯ પીઆરથી વધારે અને એ-વન ગ્રેડ મેળવનાર ૬ વિદ્યાર્થીઓએ શાળાની યશકલગીમાં એક પીછું ઉમેર્યું છે. જેમાં બંસલ પ્રિયા આર ૯૯.૮૮ પીઆર, પરમાર પુજાએ ૯૯.૭૩ પીઆર, સમેચા કાજલ બી. ૯૯.૬૯ પીઆર, પરસાણા અદિતી ડી ૯૯.૬૪ પીઆર, ગોહેલ ક્રિષ્ના ૯૯.૪૮ પીઆર સાથે શાળાનું ગૌરવ વધારેલ છે. ૯૦ પીઆરથી વધારે પીઆર મેળવનાર ૨૩ વિદ્યાર્થીઓ સાથે બધા જ વિદ્યાર્થીઓને શાળાનાં નિયામક નિલેશભાઈ દેસાઈ તેમજ શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ ‚પાણી દ્વારા અભિનંદન પાઠવી કહ્યું કે, તમે સાયન્સ, કોમર્સ કે આર્ટસ જે કોઈ પણ ફિલ્ડમાં જાવ તેની સંપૂર્ણ તપાસ કરી તેને સંપૂર્ણ સમર્પિત રહી ૧૦૦ ટકા મહેનત કરી હંમેશા અગ્રેસર રહો તેવા તમારા પ્રયત્નો હોવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.