દેશના ૧૦૦ શક્તિશાળી લોકોમાં હાર્દિક પટેલનો સમાવેશ.

hardik patel
hardik patel

પાટીદાર આંદોલનકારી નેતા અને પાસના ક્ધવીનર હાર્દિક પટેલનું રાષ્ટ્રીય કક્ષાએ એક અખબારના મોસ્ટ ૧૦૦ પાવરફૂલ ઇન્ડિયન્સના લીસ્ટમાં નામ આવતા પાટીદાર આંદોલનકારીઓ દ્વારા તેના સંદેશા વાઇરલ કરવામાં આવ્યા છે. પાવર લીસ્ટમાં હાર્દિકનો ઉલ્લેખ કરતા એવું ટાંકવામાં આવ્યું છે કે, ૨૦૧૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપ માટે માાના દુ:ખાવારૂપ બની શકે છે.

પાટીદાર સમાજને અલગ અનામત મળે તે માટે આંદોલન ચલાવતા હાર્દિકનો અગાઉ પાર્લામેન્ટરીયન મેગેઝિનમાં પણ સમાવેશ કરાયો હતો. હાલ પણ ફ્કત ૨૩ વર્ષની ઉંમરે દેશના સો સૌી શક્તિશાળી લોકોમાં સમાવેશ કરવા પાછળના કારણમાં હાર્દિક આગામી ચૂંટણીમાં ભાજપ માટે સમસ્યારૂપ બની શકે છે તેવો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, હાર્દિકની ક્ષમતાના કારણે તેને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પણ તેની સો સંકળાવા આતુર છે. પાટીદાર સમાજને આંદોલન માટે સક્રિય કરી રહેલા હાર્દિકને બાલ ઠાકરે જેવું બનવું છે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં તેને પોતાને સીધી ચૂંટણી લડવી ની પરંતુ તેમાં પોતાનો પ્રભાવ કે હસ્તક્ષેપ રહે તેવી ઇચ્છા છે તેમ પણ નોંધવામાં આવ્યું છે.

દરમિયાન હાર્દિકે જણાવ્યું છે કે, ચૂંટણીઓમાં હવે વિવિધ સમાજના લોકો ભાજપ સામે મેદાને પડયા છે ત્યારે હિન્દુત્વના નામે મત મેળવવા અત્યારી જ પ્રયાસ શરૂ કરી દીધા છે. અમદાવાદ ખાતે પાસના અગ્રણી વરૂણ પટેલ દ્વારા પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવતા હોવાના આક્ષેપ સો અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ દૂર કરીને યોગ્ય પગલા લેવા માટે માગણી કરવામાં આવી હતી.

પાસની મહિલા અગ્રણી રેશમા પટેલે કેન્દ્રીય ચૂંટણી પંચને આરટીઆઇ સો એક પત્ર લખીને ૩૭ જેટલા મુદ્દાની સ્પષ્ટતા માગી છે. જેમાં તેમણે પોતાને સ્વતંત્ર રીતે ટેકનીકલ એક્સપર્ટ પાસે ચકાસણી કરાવવી હોય અને ઇવીએમ ખરીદવું હોય તો શું પ્રોસીજર છે તેની માહિતી આપવા પણ જણાવ્યું છે. તે સો બગડેલા કે ક્ષતિયુક્ત ઇવીએમનો કેવી રીતે નાશ કરવામાં આવે છે સહિત અનેક મુદ્દે પણ જાણકારી માગી છે.

Loading...