Abtak Media Google News

ન્યાય સમિતિ ચેરમેનની કેબીનમાં પોપડા પડ્યા: સદભાગ્યે જાનહાની ટળી

હળવદ તાલુકા પંચાયતની કચેરીમાં ૭૧ ગામોનો વહીવટ થતો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો કચેરીએ આવતા હોય છે. અને ખુદ કર્મચારી પણ આવી જર્જરીત અને બિસ્માર હાલતમાં પડેલી કચેરીમાં નાછુટકે કામગીરી કરી રહ્યા છે.ત્યારે આજે સવારે ન્યાય સમિતિના ચેરમેનની કેબીનમાં છતમાંથી ધડાકાભેર પોપડાઓ પડતા કર્મચારીઓમાં અને અરજદારોમાં દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્યે કોઈ જાનહાની ન થતા કર્મચારીઓએ હાશકારો લીધો હતો.

હળવદ તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં અંદાજે ૨૬થી વધારેનો સ્ટાફ ધરાવતા કર્મચારીઓ અહીં ભંગાર હાલતમાં પડેલી કચેરીમાં કામ કરી રહ્યા છે. અને એટલું જ નહીં તાલુકા પંચાયત કચેરીના બારીના કાચ તુટી ગયા છે ત્યારે આજે સવારે ન્યાય સમિતિના ચેરમેનની ઓફિસમાં છતમાંથી ધડાકાભેર મોટું ગાબડું પડતા કર્મચારીઓ તેમજ અરજદારોમાં દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્યે ન્યાય સમિતિના ચેરમેનની ઓફિસમાં કોઈ અરજદાર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Img 20180321 Wa0028આ અંગે તાલુકા પંચાયતના સભ્ય નવધણભાઈ કુડેચાના જણાવ્યા અનુસાર આજે ન્યાય સમિતિના ચેરમેન નામોરીભાઈ ભીલની ઓફિસમાં છતમાથી પોપડુ પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તેમજ  તાલુકા પંચાયત કચેરી અતિ બિસ્માર હોવાથી તાત્કાલીક ધોરણે જર્જરિત કચેરીમાં સમારકામ થાય તેવી તાલુકા વિકાસ અધિકારીને અગાઉ રજૂઆત કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.