Abtak Media Google News

ઓલ્ડ ઈઝ ગોલ્ડ

અંતે માતા-પિતા થયા જાગૃત

એક બાજુ આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની હોડ તો બીજી બાજુ સરકારી શાળાઓમાં પ્રવેશ વર્ષા

જિલ્લા પ્રામિક શિક્ષણ શાખાના અધિકારીઓના પ્રયાસોને મળી સફળતા: શાળાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવાઈ, પુરતા શિક્ષકો મુકાયા

રાજકોટ જિલ્લામાં એકબાજુ આરટીઆઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની હોડ લાગી છે તો બીજીબાજુ જાગૃત વાલીઓ પોતાના બાળકોને સરકારી પ્રામિક શાળાઓમાં પ્રવેશ કરાવી રહ્યાં છે. આ શૈક્ષણિક સત્રમાં રાજકોટ જિલ્લાના ૨૨૭૭ બાળકોએ ખાનગી શાળાને અલવીદા કહી સરકારી પ્રામિક શાળામાં એડમીશન મેળવ્યું છે.

ચાલુ વર્ષે ૨૦૧૮માં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લાની સરકારી પ્રામિક શાળાઓમાં કુલ ૧૭૦૦૦ કરતા વધુ બાળકોએ પ્રવેશ મેળવેલ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ધો.૧ થી ૮માં ૨૨૭૭ વિર્દ્યાીઓએ ખાનગી શાળાઓમાંથી પ્રવેશ રદ્દ કરાવી સરકારી પ્રામિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે. એક તરફ વાલીઓમાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની રીતસર હોડ લાગી છે. ત્યારે બીજી તરફ જાગૃત વાલીઓએ ખાનગી શાળાઓ સો છેડો ફાડીને પોતાના બાળકોને સરકારી પ્રામિક શાળામાં પ્રવેશ કરાવ્યો છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડો.એન.એ.હરીયાણી અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારના પ્રયાસો સફળ નિવડતા સરકારી પ્રામિક શાળાઓમાં પ્રવેશવર્ષા ઈ છે. સરકારી શાળાઓમાં પૂર્ણત: કવોલીફાઈ શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે છે. તા સરકાર દ્વારા જ્ઞાનકુંજ જેવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત સરકારી પ્રામિક શાળાઓમાં ટેકનોલોજીના ઉપયોગી બનાવવામાં આવેલા સ્માર્ટ કલાસ રૂમમાં અભ્યાસ ચાલે છે. જેથી બાળકોમાં નિયમીતતા અને ઉત્સુકતા રહે છે.

આ તમામ સુવિધાઓ પ્રામિક શાળાઓમાં યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે સઘન મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.ચાલુ વર્ષે જેતપુર તાલુકાની મોટા ગુંદાળા પ્રામિક શાળામાં એક સો ૪૫ બાળકો તા લોધીકા તાલુકાની મેટોડા પ્રામિક શાળામાં એક સો ૭૩ બાળકોએ ખાનગી શાળામાંથી પ્રવેશ રદ્દ કરાવી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજકોટ જિલ્લામાં લોધીકા તાલુકામાં ૧૭૧, કોટડા સાંગાણી તાલુકામાં ૧૧૪, જસદણ તાલુકામાં ૨૨૭, પડધરી તાલુકામાં ૯૧, જામકંડોરણા તાલુકામાં ૮૧, જેતપુર તાલુકામાં ૩૫૯, વિછીંયા તાલુકામાં ૧૫૧, રાજકોટ તાલુકામાં ૩૧૮, ગોંડલ તાલુકામાં ૨૮૮, ધોરાજી તાલુકામાં ૧૪૭ અને ઉપલેટા તાલુકામાં ૩૨૯ વિર્દ્યાીઓએ ખાનગી શાળામાંતથી પ્રવેશ રદ્દ કરાવીને સરકારી પ્રામિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

જિલ્લાની સરકારી શાળાઓ ખાનગી સ્કૂલોી ચડીયાતી બની: કિરીટસિંહ પરમારImg 20180627 Wa0007નાયબ જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે આ અંગે કહ્યું કે, રાજકોટ જિલ્લાની પ્રામિક શાળાઓમાં બાળકો માટે અદ્યતન કલાસરૂમ તેમજ કવોલીફાઈડ શિક્ષકો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેી આ સરકારી પ્રામિક શાળાઓ ખાનગી શાળાઓની તુલનામા ચડીયાતી બની છે. જેથી વાલીઓ જાગૃત ઈને ખાનગી શાળાઓમાં મસમોટી ફી ભરવાનું બંધ કરી પોતાના બાળકોનો સરકારી પ્રામિક શાળામાં પ્રવેશ કરાવ્યો છે. આવનાર સમયમાં જાગૃતિ વાલીઓનો મોટો વર્ગ સરકારી શાળાઓ તરફ વળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.