Abtak Media Google News

બેંકનાં ડિરેકટર અરવિંદભાઈ તાગડિયાએ કર્યું બોર્ડનાં સભ્યોનું સ્વાગત: જનરલ મેનેજર વી.એમ.સખીયાએ બેંકની કામગીરીની માહિતી આપી

રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડુત અગ્રણી પૂર્વ સાંસદ પોરબંદર તથા પૂર્વ વાઈસ ચેરમેન ઈફકો, પૂર્વ ડાયરેકટર ગુજકોમાસોલ વિઠલભાઈ રાદડીયાના સુદ્દઢ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકનાં ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના કુશળ વહીવટના કારણે આ બેંકને નાબાર્ડ પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકનાં સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડુતોના વિકાસલક્ષી પ્રવૃત્તિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે છત્તીસગઢ સ્ટેટની જગદલપુર ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ, બેંકનાં ચેરમેન દિનેશા કશ્યપ તથા વા. ચેરમેન શેશનારાયણ તિવારીના પ્રતિનિધિત્વ હેઠળની ટીમને રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની તાજેતરમાં મુલાકાત લઈ બેંકના વિવિધ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરેલ. તેમજ બેંકના ડિરેકટર અરવિંદભાઈ તાગડીયાએ તેઓનું સ્વાગત કરેલ અને બેંકના જનરલ મેનેજર સી.ઈ.ઓ વી.એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ.

રાજકોટ ડિસ્ટ્રિક કો.ઓપ. બેંકની ૧૯૭ શાખાઓ મારફત રૂા.૫,૧૩૧ કરોડની થાપણો એકત્ર કરી રૂા.૩,૮૬૪ કરોડનું ધિરાણ કરેલ છે. અને ખેડુતોને રૂા.૨,૨૦૦ કરોડ જેવું કે.સી.સી. ધિરાણ આપવામા આવેલ છે. મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડી વાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે, બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂા.૧૦,૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામા આવે છે. બેંક વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ ઓડિટ વર્ગ ‘અ’ ધરાવે છે. અને સભાસદોને ૧૫% ડિવિડન્ડ ચુકવે છે. અને બેંકની વસુલાત ૯૯% જેટલી છે. નેટ એનપીએ ‘૦’% છે, તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ તથા બેંકો મુંબઈ તરફથી પણ એવોર્ડ મળેલ છે.

છત્તીસગઢ સ્ટેટની જગદલપુર ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સનાં સભ્યો આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી બેંકની મુખ્ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીવ સુવિધા તેમજ રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખુબજ પ્રભાવિત થયેલ અને અ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ. બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બેંકની ઉકરડા શાખા તથા બેંક સાથે જોડાયેલ ઉકરડા જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લઈ મંડળીની વિવિધ કામગીરીઓ જોઈ ખૂબજ પ્રભાવિત થયેલ અને મંડળીના હોદેદારોને પણ ધન્યવાદ આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.