Abtak Media Google News

આર્ષ વિદ્યામંદિરનાં પૂ.પરમાત્માનંદજી સરસ્વતી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં ૨૨૮ દિવ્યાંગ બાળકો પોતાની કલાના ઓજસ પાથરશે

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક સ્વ.ડો.પી.વી.દોશી (પૂ.પપ્પાજી)ની જન્મજયંતિ નિમિતે આવતીકાલે બપોરે ૩ કલાકે હેમુગઢવી હોલ ખાતે દિવ્યાંગ બાળકોનો ટેલેન્ટ શો ‘સ્નેહ સ્પર્શ’ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુંજકા આર્ષ વિદ્યામંદિરના પૂ.સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી તથા ઉદઘાટક સ્થાને ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેશે. ઉપરાંત મુખ્ય મહેમાનોમાં કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના વી.સી. પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, વિરાણી બહેરા મુંગા શાળાના પ્રમુખ રજનીભાઈ બાવીસી, બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી તથા જીનિયસ ગ્રુપના ડી.વી.મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં ‘પ્રયાસ’ ‘સ્નેહ નિર્ઝર’ વિરાણી બહેરા મુંગા શાળા, નવશકિત, અંધ મહિલા, પ્રેરણા, જીનીયસ એજયુકેશન તથા સેતુ વગેરે સંસ્થાઓના ૨૨૮ બાળકો ભાગ લઈ પોતાની કલાના ઓજસ પાથરશે. ગુજરાતમાં કયાંય થતો નથી. ૨૨૮ બાળકોની એક એકથી ચડિયાતી ૧૯ કૃતિઓની એવી સુંદર ગોઠવણી કરી અને રજુ થશે. આ કાર્યક્રમની ગોઠવણી અને સંકલન કાર્યક્રમના પ્રોજેકટ ઈન્ચાર્જ જાહન્વીબેન લાખાણી તથા લક્ષ્મણભાઈ મકવાણા સંભાળી રહ્યા છે. જયારે કોરીયોગ્રાફર તરીકે નિરજભાઈ દોશી અને તેમની ટીમના અફઝલ બાવાણી અને કેવિન જોશી સંભાળી રહ્યા છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને આકર્ષક ગીફટ તથા નાસ્તો આપવામાં આવશે. જયારે ભાગ લેનાર તમામ સંસ્થાઓને મોમેન્ટો તથા રોકડ પુરસ્કાર/ ચેક આપવામાં આવશે.

આ કાર્યક્રમની તૈયારીમાં ટ્રસ્ટના વરિષ્ઠ આગેવાન જયંતભાઈ ધોળકિયા તથા નિલેશભાઈ શાહના માર્ગદર્શન અંતર્ગત ટ્રસ્ટના હસુભાઈ ગણાત્રા, પ્રભાતભાઈ ડાંગર, ગિરીરાજસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ મકવાણા, નીરજભાઈ દોશી, ઈન્દ્રવદન રાજયગુરુ, ભુપેન્દ્ર શાહ, જાહન્વીબેન લાખાણી, સચીનભાઈ શુકલ, હરીશભાઈ શાહ, અશોકભાઈ પંડયા, મનીષભાઈ શેઠ, અજીત ગઢવી, ભુપતભાઈ દવે, જગદીશભાઈ જોશી, દિનેશ ગોહેલ, અશ્ર્વિન માલવિયા, વિશ્ર્વેશ ધોળકિયા, અલ્પેશ જોબનપુત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. મુક-બધિર અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા અને આ બાળકોને પ્રોત્સાહિત કરવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઈ કથીરીયા, કલ્પકભાઈ મણીઆર, જયોતિન્દ્રભાઈ મહેતા, હંસિકાબેન મણીઆર, શિવભાઈ દવે તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સહપરિવાર પધારવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.