Abtak Media Google News

ગોંડમાં તા.ર૮ના રોજ ગોંડલ બાલુબાપા વિઘા સંકુલ સંચાલીત કે.બી.બેરા કન્યા વિઘાલયમાં ગુરુવંદના અને સન્માન કાર્યક્રમ રામકૃષ્ટ મીશન સંસ્થા લીંબડીથી પધારેલા સ્વામી આદિભવાનંદજી તથા અમેરીકા થી ડો. બુઘ્ધદેવભાઇ મણવર તથા ડો. ડોલીબેનના અઘ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ હતું.

સંસ્થાના પ્રમુખ ડો. એલ.આર. પટેલ શબ્દોથી સ્વાગત કરેલ મંત્રી વલ્લભભાઇ કનેરીયાએ સંખ્યા પરિચય કરાવેલ સંસ્થાના ટ્રસ્ટી છગનભાઇ ભછરણીયા રાજકોટ ગુરુ મહિમાની વાતો કરેલ અને ડો. હેમંતલાલ જાવીયા ઉંઝા તેમણે સ્વામીનો પરિચય અનુ ભૂતકાળની યાદો તાજી કરાવેલ હતી.

પ.પૂ. સ્વામી આદિભવાનંદજીએ ખુબ સરસ વાત કરી માતા અને ગુરુના ઋણમાંથી આપણે કયારેય મુકત થઇ શકતા નથી. ત્યારબાદ શાળા એચ.એસ.એસી/ એસ.એસ.સી. તેજસ્વી તારલાનું સન્માન બાલુભાઇ હરજીભાઇ પટેલ એજયુ ટ્રસ્ટ તરફથી શિલ્ડ અને મોમેન્ટ આપી અભિવાદન કરવામાં આવેલ શાળાના નિવૃત કર્મચારી એસ.એસ. કંટેસરીયાને સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ અને પ.પૂ. સ્વામી તથા અમેરીકાથી પધારેલ ડો. બુઘ્ધદેવભાઇ તથા ડો. ડોલીબેનના વરદ હસ્તે ઉબરા વૃક્ષનું રોપણ કર્યુ હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.