Abtak Media Google News

ઠેર-ઠેર પંડાલોમાં ભગવાન ગણેશની સ્થાપના વિધિ: ગણેશ મહોત્સવ દરમ્યાન દરરોજ વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન

ગણેશ મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે. ગઈકાલે શહેરભરમાં વિવિધ સ્થળોએ ભગવાન ગણેશજીની સ્થાપના વાજતે-ગાજતે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે પંડાલોમાં દુંદાળા દેવની સ્થાપના બાદ પૂજન-અર્ચન અને મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડી ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી હતી. તેમજ શહેરભરમાં ગણેશ મહોત્સવ દરમ્યાન દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

સફેદ આંકડાના ગણપતિ

મનપાના પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ કુબાવતને આજથી નવ વર્ષ પૂર્વે ગઢવાળા રાજપરા ગામની સીમમાં સફેદ આંકડાનાં મૂળમાં ગણપતિ મહારાજ બીરાજતા હોવાનું સ્વપ્ન આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં જઈ પૂજન-અર્ચન કર્યા બાદ અંદાજે અઢી ફૂટ જેવડા પ્રભાવિત ગણપતિ નિકળ્યા હતા. ત્યારથી દર વર્ષે શહેરના મવડી વિસ્તારમાં આવેલ આલાપ રોયલ પાર્કની સામે બાપા સીતારામ ચોકની બાજુમાં તુલસીપાર્ક ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ દરરોજ સવારે અને સાંજે ૮ કલાકે મહાઆરતી યોજાઈ છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ કુબાવતને ત્યાં સ્વયં પ્રગટ કાયમી બીરાજતા સિદ્ધ ગણપતિ મહારાજના દર્શનનો લાભ લેવા શહેરીજનો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહે છે

લક્ષ્મીવાડી-૧૯માં ગણપતિ ઉત્સવ ધામધુમથી ઉજવાઈ રહ્યો છે. અહીંયા ગણપતિ ઉત્સવમાં લોક કલ્યાણ અર્થે ગણેશયાગ તથા સત્યનારાયણની કથા સાથે ગણપતિ દાદાની કથાનું આયોજન કરાયું છે. ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે સંજય હાર્દિકભાઈ તથા શૈલેશભાઈ તેમજ યુવા મિત્ર મંડળ જહેમત ઉઠાવી રહ્યાં છે.
જીવનનગર વિકાસ સમિતિ આયોજીત ગણેશ મહોત્સવ

6 12

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે ગણપતિ મહોત્સવના પ્રારંભે મહાપૂજા, પૂજન-અર્ચન, દિપમાલા, મહાઆરતીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. મહોત્સવને ખુલ્લુ મુકતા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયાએ સમિતિની પ્રવૃતિઓ સમાજ માટે પથદર્શક સાબિત થઈ છે. ગણપતિદાદા સનમુખ દિપ પ્રાગટય પૂર્વ નગર સેવક પરેશભાઈ હુબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, નવીનભાઈ પુરોહિત, પાર્થ ગોહેલે કરી સ્થાપન, પૂજન, અર્ચનમાં ભાગ લીધો હતો.

મહોત્સવના પ્રારંભે સફળ બનાવવા શોભનાબેન ભાણવડિયા, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા વકીલ, હંસાબેન ચુડાસમા, ગુણીબેન જાની, હર્ષિદાબેન શુકલ, પ્રસન્નબા વાળા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.

વૈશાલીનગર કા રાજા

Img 20180914 Wa0008

રૈયા રોડ પરના વૈશાલીનગર-૩માં નાના બાળકો દ્વારા વૈશાલીનગર કા રાજાના નામથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જય તનના, પરાથ લાખાણી, સારંગ ભટ્ટ, જીસાન વિરાણી, મીહીન ગીલાણી, કીરણ દામાણી, કબીર થાપાણી અને દીપેન તન્ના દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ઉદય તલસાણીયા, હેમેન્દ્ર મણીયાર, નીતિશ ચૌહાણ, મયુર ભટ્ટી, રાજેશ દેવમુરારી અને કમલ સચદે સહિતના દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ગણેશ મહોત્સવ સાત દિવસ સુધી ચાલશે અને દરરોજ સવારે અને સાંજે આરતી તથા રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે અન્નકૂટ ઉત્સવ તેમજ સત્યનારાયણ ભગવાનની કથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કર્યો છે.

ધર્મરક્ષક પરિષદ આયોજીત ગણેશ મહોત્સવ

14

ગણેશ ચતુર્થીના પાવન અવસરે ધર્મરક્ષક પરિષદ આયોજીત ગણેશ મહોત્સવને ઉજવણી માટે ગઈકાલે સાંજે ગણપતિ દાદાની સ્થાપના રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી. તકે શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા વોર્ડ નં.૧૭માં કોર્પોરેટર અને પ્લાનીંગ સમિતિના ચેરમેન અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યાં. ગણેશ મહોત્સવમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી સાંજે ૭:૩૦ કલાકે યોજાશે. મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા ધર્મ રક્ષક પરિષદના ગૌતમ ગોસ્વામી અને વિજય ગોસ્વામીએ અપીલ કરી છે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા પરિષદના રમેશભાઈ ગઢીયા, રાજુ ભાલોડી, લલીત પાલા, નિરવ ચૌહાણ, નયનભાઈ પટેલ, મૌલીક ગોસ્વામી, નરેશ પટેલ, અમીત કમાણી, હરેશભાઈ જોષી, અવિનાશ વ્યાસ, જયપાલ ચાવડા, હાર્દિક ટાંક સહિતના કાર્યક્રમો જહેમત ઉઠાવી રહ્યાં છે.

રાતિયા હનુમાન

૬-સુભાષનગર, આમ્રપાલિ સિનેમા પાસે આવેલ રાતિયા હનુમાન, શંખેશ્ર્વર મહાદેવ અને સાંઈબાબાના મંદિરના સાનિધ્યમાં ગણેશજીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે સવારે આમ્રપાલી સિનેમાંથી વાજતે ગાજતે જય ગણેશના નારા સાથે સ્થાપન કરવામાં આવી હતી. સ્થાપન બાદ આરતી, પૂજન-અર્ચન અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.

સિવિલ હોસ્પિટલ ગણેશ મહોત્સવ

સિવીલ હોસ્પિટલ ખાતે ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરી છે. આ પવિત્ર પ્રસંગે ડોકટર નર્સીંગ સ્ટાફ નાના-મોટા કર્મચારીઓ ભાવપૂર્વક જોડાયા છે. ગણપતિ બાપા મોર્યાનાં જયઘોષનાં વાતાવરણ સાથે પીડીયુ સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડો.મનીષભાઈ મહેતાના નેતૃત્વમાં કર્મચારીઓના સહકારથી ગણપતિજીની સ્થાપના કરી છે. સૌ સ્ટાફ-કર્મચારીગણ દ્વારા ભવ્ય મહાઆરતી ઉતારી આ શુભ પ્રસંગનો પ્રારંભ કરાયો.

આ પ્રસંગે સિવીલ અધિક્ષક ડો.મનીષભાઈ મહેતા સહિત ડો.જાગૃતિબેન મહેતા, ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાજકોટ પીડીયુ સહકારી સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંતભાઈ ઠાકર, શહેર ભાજપ કારોબારી સભ્ય ઉકાભાઈ લાવડીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

વસુંધરા કા રાજા

રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં “વસુંધરા કા રાજાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ કમીટી દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન થાય છે. ગઈકાલે સાંજે આતશબાજી અને અબીલ ગુલાલની છોળો વચ્ચે દાદાની પ્રતિમાનું સામૈયુ કરીને સ્થાપન કરવામાં આવ્યું હતું. અગિયાર દિવસના ઉત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ માટે વસુંધરા રેસીડેન્સીના દરેક પરિવાર ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.