Abtak Media Google News

શાકાહારી રહી ને પણ હોટએંડ સેક્સી રહી શકાય છે.અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા કાર્તિક આર્યન ને હોટેસ્ટ વેજિટેરિયન ઓફ ધ યરનો ખિતાબ આપ્યો છે

પ્રાણીઓની રક્ષા માટે કામ કરતીસંસ્થા પેટા એ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા કાર્તિક અર્યનને હોટેસ્ટ વેજિટેરિયન ઓફ ધ યર જાહેર કર્યા છે. શાકાહારી રહી ને પણ હોટ એંડ સેક્સી રહી શકાય છે. શાહિદકપૂર પણ તેનો દાખલો છે. લોકોના મન માં ગેરસમજ છે કે નોન વેજ ખાવાથી સૌંદર્ય અને શરીર સૌષ્ઠવ મળે. બોલીવુડમાં શાહિદ કપૂર ઉપરાંત અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ સૌથી મોટા શાકાહારી છે. તેઓ પેટાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે. આપ નહીંમાનો પરંતુ સેક્સી એક્ટ્રેસ સની લિઓની પણ પેટા ના વેજિટેરિયન કેમ્પેઇન નો હિસ્સો રહીચૂકી છે. બોલીવુડ ની બેબો કરીના કપૂર એક સમયએ માંસાહાર છોડી ચૂકીહતી પરંતુ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ તે ફરી એક વાર માંસાહાર કરવા લાગી છે.

બોલીવુડ માં ઘણા એવા સ્ટાર્સ પેટા ના પ્લેટફોર્મ વગર પણ કોઈ જીવ ને નહીં ખાવા ની પ્રતિગ્યા કરી ચૂક્યા છે. જેમાં ઇરફાન ખાન નું નામ સામેલ છે. તેણે તો બકારી ઈદ ના દિવસે પણ બકરો હલાલ કરવા ની પ્રથા ને જરૂરી ગણાવી નથી. આ બારા માં વિવાદ પણ થઈ ચૂક્યો છે. અનુષ્કા શર્મા અને અભિનેતા કાર્તિક આર્યન ને હોટેસ્ટ વેજિટેરિયન ઓફ ૨૦૧૮ ઘોષિત કરવામાં આવ્યા છે. આ બંને સ્ટાર્સ નો સુરજ સાતમા આસમાને તાપે છે. કાર્તિક સાથે સારા અલી ને ડેટિંગ કરવું છે. તે અત્યારે જેકલીન  સાથે અને કૃતિ શેનન સાથે ફિલ્મ કરી રહ્યો છે.

કપિલ શર્મા નું થઈ ગયું મિંગલ, હવે નથી સિંગલ

1544640400 Untitled Design 17 1

કોમેડી કિંગ કપિલશર્મા ના લગ્ન જલંધર માં ગિન્ની સાથે થઈ ચૂક્યા છે. પંજાબી રીતિ રિવાજ થી આ લગ્ન સંપન્નથયા હતા. તેના અમૃતસર ખાતે ના વેડિંગ રિસેપ્શન માં બોલીવુડ સ્ટાર્સઅને ટીવી જગત ના કલાકારો હાજરી આપી શકે છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.