પ્લેક્ષસ કાર્ડિયાક હોસ્પિટલની કામગીરી ૧૦૮ની જેમ ઝડપી બનાવવા કટીબધ્ધ
શહેરની જાણીતી પ્લેક્સસ કાર્ડીયાક હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રમાં ચાલતા પ્લેક્સસ કાર્ડીયાક ક્લીનીકનું કમાન્ડ સેન્ટરનું ઉદઘાટન બીએપીએસ સ્વામી સંસ્થાના પુજ્ય અપુર્વમુની સ્વામીના હસ્તે થયું આ તકે સ્વામી શ્રી એ હોસ્પિટલના ડો. દીનેશરાજ ડો. અમીતરાજને તથા તેમની ટીમને આશીવર્ચન તથા અભીનંદન પાઠવ્યા હતા. નવા થનારા આ કમાન્ડ સેન્ટરથી અનેક લોકોના જીવ બચશે કે જે દર્દી ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલ છે જ્યાં કોઈ સગવડ નથી તેવો ને માત્ર મોબાઈલ કોલથી તુરંત સારવાર ઉપલબ્ધ થશે.
અપુર્વમુની સ્વામીએ જણાવ્યું હતું કે, પ્લેક્સસ કાર્ડીયાક સેન્ટરના ઉદઘાટન થયું ખુબ સુંદર વ્યવસ્થા ડો. અમીત રાજ ડો. દીનેશરાજ સહયોગી કર્નલ સાહેબ બધાએ સાથે મળીને કર્યં છે. સીટીમાં તો કોઈપણ દર્દીને જરીયાત મુજબ સારવાર મળે જ છે પણ રાજકોટના ગામડાઓમાં જયા કોઈ સગવડ નથી તેના માટે સ્પે. એપ્લીકેશન દ્વારા તરત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગામડાનો કોઈપણ દર્દી સીધી વાત હોસ્પીટલના ડો. સાથે કરી શકશે તેના માટે ખુબ ખુબ અભિનંદન અને આશા રાખીએ કે ગુજરાતના દરેક ગામ સુધી પ્લેકસસની વાત પહોંચે જેથી લોકોના જીવન બચાવી શકીએ જેવી રીતે ૧૦૮ છે તેમ પ્લેકસસ પણ લોકો સુધી પહોંચે તેવી શુભેચ્છા.
કર્નલ પી.પી.વ્યાસએ કહ્યું હતું કે, પ્લેક્સસ હોસ્પિટલે જે શઆત કરી છે ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાના લોકો સુધી પહોંચવાની તે અનોખું યુનીટ છે. જેમાં મેડીકલ આધ્યાત્મિક સાથે નાનામાં નાના લોકોનું અંગે છે હૃદય તેને સ્વસ્થ અને તાજુ રાખો તેવા ધ્યેય સાથે છેલ્લા ૩ વર્ષમાં ૧૦,૦૦૦ લોકોની સારવાર કરી પ્લેકસસની ટીમ ડો. અમીતરાજ ડો. દીનેશરાજ, ડો. ખુશ્બુ તથા સમગ્ર ટીમનો અનોખો પ્રભાવ છે અહીં આવીને દર્દી ફેમીલી ફીલીંગ કરે છે. આપણે કોસીસ કરીએ કે સૌરાષ્ટ્ર ગુજરાત નહી પરંતુ પુરા ભારતમાં આવી સંસ્થા ઉભી થાય.
ડો. અમીતરાજએ કહ્યું હતું કે, ડીઝીટલ હેલ્થ અમારું મીશન છે પુરા સૌરાષ્ટ્રના ગામે ગામ જયા ડો. હોતા નથી ત્યાં સીનીયર કાર્ડીયોલોજીસ્ટ ઈમરજન્સી હાર્ટ તકલીફ હોય ત્યા ડો. જો હાજર અમે અમારા ડીઝીટલ માધ્યમથી ઉપલબ્ધ કરીએ છીએ અમારું ડીઝીટલ સેન્ટર ૨૪ કલાક જોડાયેલ છે તેવા ડોક્ટરો સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં છે તેવા કમાન્ડ સેન્ટરનું ઉદઘાટન કર્યું હાલમાં સૌરાષ્ટ્રના જ ગામમાં સુવીધા ઉપલબ્ધ છે અને વધુ શ કરવાની તૈયારી કરીએ છીએ તેવો પાયલોટ પ્રોજેક્ટ ૬ મહીના દર્દીને ઈમરજન્સી સારવાર પણ આપી છે અમારો ટારગેટ સૌરાષ્ટ્રમાં ૧૦૦ ગામ સુધી પહોંચવાનો છે અને આ સેવા ફ્રી કરીએ છીએ.