દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબ્બકો હવે થમી ગયો છે. પરંતુ તબીબોમાં મંતવ્ય મુજબ ત્રીજી લહેર આવવાની સંભાવના છે. ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતકી સાબિત થઈ શકે છે. ત્રીજી લહેર આવે એ પહેલા જ બાળકો માટે વેક્સીનના પરીક્ષાનો શરૂ થઈ ગયા છે. જયારે ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે DGCI (Drugs Controller General of India) પાસે DNA વેક્સીનની તત્કાલીન ઉપીયોગ માટે મંજૂરી માંગી છે.

ઝાયડસ કેડિલાએ DGCI પાસે વેક્સીનની તત્કાલીન મંજૂરી માટે અપીલ કરી છે. હવે જો DGCI ઝાયડસની DNA વેક્સીનને મંજૂરી આપે તો દેશને કોરોના સામે રક્ષણ માટે એક નવું કવચ મળી જશે. આ સાથે ત્રીજી લહેરનો જે ખતરો છે તેમાં ખાસ કરીને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રક્ષણ મળશે.

કંપનીએ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણના ડેટા રજૂ કર્યો છે. કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો.એન.કે. અરોડાએ રવિવારે જણાવ્યું હતું કે, ‘ઝાયડસ કેડિલાની કોરોના રસી ઓગસ્ટ સુધીમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. તેની સુનાવણી જુલાઈના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઝાયડસ કેડિલા એ વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના રસી છે.’

ઝાયડસ કેડિલાએ આપેલા ત્રીજા ચરણના પરીક્ષણ દેતા મુજબ જાણવા મળ્યું કે, Zycov-D રસી 12 થી 18 વર્ષના બાચકો માટે સુરક્ષિત છે. કંપનીએ વર્ષમાં આ રસીના 100-120 મિલિયન ડોઝ બનાવવાની યોજના તૈયાર કરી છે. ઝાયડસ કેડિલા દ્વારા વેક્સીનનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. હવે જો DCGI દ્વારા મંજૂરી મળે તો જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ મહિનામાં 12 થી 18 વર્ષના બાળકોને રસી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.