ટચુકડા એવા નાના કોરોના વાયરસે વિશ્વભરના લોકોને બાનમાં લઇ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ મહામારી સામે બચવા એક રસી અને બીજું નિયમપાલન જ અમોધ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. વિભિન્ન દેશોમાં અલગ-અલગ પ્રકારની રસીઓ બની છે. ત્યારે વિશ્વની પ્રથમ અને સૌથી વધુ અસરકારક ગણાતી એવી ડી.એન.એ. આધારિત રસી ગુજરાતની અમદાવાદ સ્થિત ઝાયડ્સ કેડીલાએ બનાવી છે. જેના ડોઝ એ પણ વગર ઈન્જેકશન વગરના…
*વિશ્વની પ્રથમ DNA આધારિત રસી ઝાયકોવ-ડીને મળી શકે છે ટુંકજ સમયમાં મંજૂરી*
જી, હા ઝાયડ્સ કેડીલાએ ડીએનએ આધારિત રસી બનાવી સોય વગર આપી શકાય એવી ટેકનોલોજીથી વિકસાવી છે. જે બાળકો પર પણ અસરકારક હોવાનો દાવો કરાયો છે. કંપનીએ સરકાર પાસેથી મંજૂરી માંગી છે એવા સમયે હવે આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લીધી છે. આથી આગામી ટૂંક જ સમયમાં ઝાયડ્સ કેડીલાની આ રસી ઝાયકોવ-2ને પણ મંજૂરી મળી શકે છે તેવા સ્પષ્ટ સંકેતો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાતથી દેખાઈ રહ્યા છે.
*મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું..?*
આ મુલાકાત દરમિયાન મંત્રી માંડવિયાએ જણાવ્યું કે ડિસેમ્બર સુધીમાં દેશની જનતાને વેકસીનેટ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. તેમજ વધુ ને વધુ કેમ ઝડપથી રસીકરણ ઝુંબેશ આગળ ધપાવી શકાય તે ઉપર ઝાયડસ કેડીલાના ચેરમેન સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે જુલાઈ માસમાં 13 કરોડ ડોઝ મળશે, પોપ્યુલેશન મુજબ સપ્લાય કરીશું. તમામ રાજ્યને અમે આંકડાઓ આપ્યા છે, કેટલા ડોઝ કોને આપીશું એ પ્લાન નક્કી છે. ડિસેમ્બર પહેલા 18 વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવાનું આયોજન છે.
https://mobile.twitter.com/mansukhmandviya/status/1411603236021149696?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી. જે કોવિશિલ્ડ રસીના દર મહિને 10 કરોડ ડોઝ બનાવે છે. બાળકો માટે ટ્રાયલ બેઝ પર કેટલીક કંપનીઓએ મંજૂરી માંગી છે. જે પર સરકાર મંજૂરી આપવા વિચારણા કરી રહી છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં દેશમાં ચાર રસીઓને મંજૂરી મળી ચુકી છે જેમાં કોવિશિલ્ડ, કોવેકસીન, રશિયાની સ્પુટનિક-V અને મોડર્નાનો સમાવેશ છે.