ગુજરાતમાં ૯૫૦૦ જેટલા શક્તિ કેન્દ્રના પ્રમુખ, ઈન્ચાર્જ, વિસ્તારક ઘરે-ઘરે જઈ પ્રચાર પ્રસાર કરશે
ગાંધીનગર જીલ્લાના ઝુંડાલ શક્તિકેન્દ્ર ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાની વચ્ચે શક્તિકેન્દ્ર વિસ્તારકોને કિટ વિતરણ કરીને અલ્પકાલીન વિસ્તારક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને આગામી લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો જીતવા સૌ કાર્યકર્તાઓને હાકલ કરી હતી.વધુમાં,આજથી ગુજરાતભરમાં શરૂ થયેલ અલ્પકાલિન વિસ્તારક યોજના, ૨ માર્ચ સુધી તમામ અલ્પકાલિન વિસ્તારકો પોતાના શક્તિકેન્દ્ર પર સમયસર પહોંચવાનો અનુરોધ કરી જીતુભાઈ વાઘાણીએ શક્તિકેન્દ્રમાં સમાવિષ્ઠ મંડલના કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે સંપર્ક કરી ભાજપાનો ધ્વજ તથા સ્ટીકર ચોંટાડી મેરા પરિવાર-ભાજપા પરિવાર અભિયાન થકી મારૂં બુથ સૌથી મજબૂત અભિયાનને સાકાર કરી ગુજરાતમાં તમામ બુથ જીતીને નરેન્દ્રભાઈ મોદીને પૂર્ણ બહુમતી અપાવી એક વાર ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે સંકલ્પ લેવા જણાવ્યું હતું. ભાજપા સંગઠન દ્વારા તમામ ૨૬ લોકસભાની ક્લસ્ટર બેઠકો પૂર્ણ કરવામાં આવી છે.
ગુજરાતના ૯,૫૦૦ જેટલા શક્તિકેન્દ્રના પ્રમુખ, ઈન્ચાર્જ, વિસ્તારક પોતાના બુથમાં ઘરે-ઘરે જઈ નરેન્દ્રભાઈ મોદી સરકારની સીમાચિહ્નરૂપ યોજનાઓનો મતદાર સમક્ષ સાહિત્ય, પત્રિકા આપીને પ્રચાર-પ્રસાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન-જનને જ્ઞાતિ-જાતિ-ધર્મ સંપ્રદાયના વાડાઓને તોડી સમગ્ર દેશને જોડનારી યોજના થકી ભારતમાતા વિશ્વ ગુરૂ બનશે.