ખાસ બહેનો માટે યોજાયેલા કાર્યક્રમમાં સ્ટ્રીગ બાય ઝુમ્બા, ઝુમ્બા પાવર ગરબાં, એરીબીક ઝુમ્બા નું માર્ગદર્શન અપાયું
શહેરનાં કિસ્ટલ મોલ પાસે હર્મિનગ બર્ડ ખાતે ફકત મહીલાઓ માટે જુમ્બા ડાન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટ્રોંગ બાય જુમ્બા, જુમ્બા પાવર ગરબા, એરોબીન જુમ્બા શીખવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લોકોમાં જુમ્બા શું છે તેની જાગૃતતા આવે તે માટે આ જુમ્બા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યકમ માં 1000 જેટલી મહીલાઓ ઉ5સ્થિત રહી હતી. અને કાર્યક્રમ માણ્યો હતો.
પાઉન્ડ વર્કઆઉટને સફળ પ્રતિસાદ: રીટા મહેતા
રીટા મહેતા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે પાવર જુમ્બા કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. એક પાઉન્ડ વર્ક આઉટ છે 100 જેટલા વ્યકિતઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. મહીલાઓએ પોતાની જાતને ફીટ રાખવા માટે આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. કંઇક અલગ શીખવાની ચાહના સાથે અલગ અલગ શહેરમાંથી લોકો આવ્યા છે આ વર્ક આઉટને સફળ પ્રતિસાદ મળ્યો છે.
મહિલાઓ ખાસ કરીને પોતાની હેલ્થ સાચવે તે કાર્યક્રમનો મુખ્ય હેતું: રીંકી શર્મા
રીંકી શર્મા એ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તે પોતે ફીટનેસ ઇન્ટ્રકટરસદે જુમ્બામાં પાવન ગરબા, સ્ટ્રોગ બાય જુમ્બા, એરોબીક જુમ્બા, યોનામાં આવે છે. અને આ કાર્યક્રમ પાછળ નો હેતુ લોકોમાં જાગૃતતા લાવવા માટે કરવામાં આવેલ છે. આજની મહીલાઓ પોતાની હેલ્થ પાછળ ઘ્યાન નથી દેતી તેના માટેનો છે અને લાયસન્સ વગર ના કલાસીસ ખોલીને બેઠા હોય છે તેના અને લાયસન્સ વાળા કલાસીસમાં ફેર હોય છે. અને જુમ્બા શું છે તે જણાવવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમ ફકત મહીલા માટેનો છે.