આપણા દેશમાં ર000ની સાલ સુધી હેર સ્ટાઇલનું બહુ મહત્વ ન હતું, પણ છેલ્લા બે દાયકાથી ખાસ કરીને યુવા વર્ગ ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરોને જોઇને નીત નવી હેર સ્ટાઇલ રાખતા થયા. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી વિવિધ પ્રકારની હેર સ્ટાઇલનો યુગ શરૂ થયો. હાલ યુવા વર્ગમાં ફેડ કટ, અંડર કટ, અપ સ્ટાઇલ, બાઝિલ કટ, ઓલ ફ્રેડ, સ્પાયક અને અંડર એન્ડ લો કેટેગરીવાઇઝ હેર સ્ટાઇલ યુવાનની પ્રથમ પસંદગી છે. હાલ ફેડ કટનો યુવા વર્ગમાં જબ્બર ક્રેઝ છે.
પહેલા લાંબા હિપ્પી વાળને, ગાલ પર લાંબી જાડી કટની ફેશન બાદ શોર્ટ હેરની ફેશન આવી : વર્ષો પહેલા ‘સાધના કટ’નો યુગ હતો, અને આજે વિવિધ હેર સ્ટાઇલમાં યુવાવર્ગ જોવા મળે છે
આજે નાની ઉંમરમાં વાળ ખરવાને કારણે ટાલ પડી જતા યુવાનો પેચ કે વીગ પણ પહેરે છે : આજકાલના ખોરાક અને લાઇફ સ્ટાઇલ ના કારણે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ જોવા મળે છે: આજનો યુવાવર્ગ પોતાની હેર સ્ટાઇલ બાબતે કે વાળની માવજત બાબતે ખૂબ જ સજાગ જોવા મળે છે
અગાઉ ‘છાલીયા કટ’ જેવો શબ્દ સાંભળેલો જે આજે મશરૂમ કટ નામથી જાણીતી થઇ ગઇ છે. જાુના જમાનામાં હિપ્પી કટની ફેશન હતી શશી કપુર, ફિરોઝ ખાન, સુનિલ દત્ત, રાજેશ ખન્ના, વિનોદ મહેતા વિગેરે લાંબા વાળ રાખતા હતા. એક સમયે સાવ વાળ કટ કરીને મુંડન જ ની ફેશન આવી જેમાં ઘણા ફિલ્મ સ્ટારા જેવા કે રાકેશ રોશન, ફિરોઝખાન, પ્રેમ ચોપડા વિગેરે મુંડન સાથે જોવા મળતાં નાના બાળકની પણ પ્રતમ હેટ કટે ‘મુંડન વિધી’ આજે પણ જાણીતી છે.
છેલ્લા 10 વર્ષથી ઘણા ફિલ્મસ્ટારો, ક્રિકેટરોને જોઇને યુવા વર્ગ આછી દાઢી રાખતો થયો. હોઠની નીચે સેમી કટ પણ ફેશન બની ગઇ છે. લેડીઝમાં પણ યુ શેઇપ, સ્પોટ કટ, લોંગ લેયર, અપર-લો કટ જેવી વિવિધ ફેશનનો આજે ઝમાનો છે. અત્યારે લોંગ લેયરનો યુવતિમાં ક્રેઝ જોવા મળે છે. વર્ષો પહેલા પરવિન બાબી જે રાખતી તેજ સ્ટાઇલ હેર પ્રિયંકા ચોપડાના જોવા મળે છે. યુવકના સ્ટાઇલીસ્ટ હેર કટના રૂા 300 થી પ00 તો યુવતિઓના હેર કટ માટે પ00 થી 1000 જેવો ખર્ચ થાય છે.
અબતક સાથેની વાતચીતમાં જાણિતા હેર કટીંગ અને હેર ટ્રીટમેન્ટ કરતા અશ્ર્વિન અને હિતેષ હિરાણીએ જણાવ્યું કે ફિલ્મ સ્ટારો પણ વાળ ઓછા હોય તે જગ્યાએ પેચ અથવા હેર સિસ્ટમ પહેરે છે. જેથી નાના અને રૂપકડા લાગે છે. હેર કલરનો પણ યુવા ધનમાં ક્રેઝ આજકાલ જોવા મળે છે. જેમાં હાઇ લો-લાઇટ, ગ્લોબલ, ગ્રે બ્લુ- યેલો ટોન આપે તો આધુનિક જમાનામાં નવા નવા શેડ યુવક-યુવતિઓ કરાવે છે. ટ્રીટમેન્ટમાં પણ સ્પા- પાવરની ટ્રીટમેન્ટ કરાવે છે. મુખ્યત્વે ક્રિકેટરો ફિલ્મ સ્ટારોને જોઇને, તેવા હેર કટ કરવાની યુવાધનમાં ઘેલછા આજે વધુ જોવા મળે છે.
આજકાલ હેર ટેટુ પણ યુવા વર્ગ કરાવે છે જેમાં બ્લેડ થી ખાચા મારીને ટ્રાયબલ જેવી વિવિધ ડિઝાઇનો કરાવે છે. ગુજરાતી યુવા ધનમાં વર્ષોથી ચાલી આવતી મશરૂમ કટ, ચાઇનીઝ કટ, વાડીલાલ કટ, મિલેટરી કટ ફેમશ છે, સાથો સાથ નયે જમાને કી નઇ સ્ટાઇલમાં યુવા વર્ગ લેઇટરી કટ હેર કટ કરાવતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં યુવા વર્ગ હેર કેર પ્રત્યે વધુ જાગૃત થયો છે. તે હેર કટ માટે પસંદગીના સ્થળે જ જાય છે. ખરેખર તો ચહેરા પ્રમાણેની હેર સ્ટાઇલથી લુકમાં વધારો થાય છે. જેમાં ગોળ, ઓવલ, ચૌકોર જેવા ચહેરામાં કઇ સ્ટાઇલ સુટ થાય તે કરાવવાથી વધુ આકર્ષક લાગે છે.
બાળકો પણ આજે ર1મી સદીમાં ફેશન સાથે તાલ મિલાવીને સાઇડ એન્ડ બેકમાં શોર્ટ હેર, લેટર સ્ટાઇલ તો ગ્લર્સ સ્ટ્રેટ બલન્ટ, વેઝ બલન્ટ હેર સ્ટાઇલ રાખે છે. લેડીઝ પણ હાય પોનીટેલ, કર્લીસાઇડ પોનીટેલ, ટાયસીટેલ હેર સ્ટાઇલ, બબલ પોની ટેલ અને ડચ બ્રેડ જેવી વિવિધ સ્ટાઇલ રાખે છે. તમારા વાળની સાવચેતી માટે રાતે વાળ તૂટવા, ગુંચ વળવી કે આવી વિવિધ મુશ્કેલીમાં સ્કાર્ફ બાંધવો, વાળની ડ્રાયનેસ રોકવા રબ્બર બેંડનો ઉપયોગ કરો. હેર સ્ટાઇલ ની પસંદગી પણ વાળનું જતન કરે છે. એવી સ્ટાઇલની પસંદગી કરો જેમાં વાળ તુટે નહી, બગડે નહીં. હેર ટ્રીટમેન્ટમાં પણ હેર સ્પા, સ્ટ્રેટનીંગ, કેરાટીન, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર પ્રોટીન વિટામીન માટે ઘણી પ્રોડકટસનો વપરાશ થાય છે આનાથી વાળ, સુંદર, લાંબા અને સાઇનીંગ વાળા બને છે.
આજન ફેેશન બેલ યુગમાં યુવા ધન પોતાના લુકને આકર્ષક બનાવવા વસ્ત્રો સાથે હેર સ્ટાઇલને પણ મહત્વ આપતો થયો છે. અમુક સ્ટાઇલીસ હેર સ્ટાઇલમાં દાઢી-મુંછને પણ સામેલ કરીને લુક ને વધુ આકર્ષક કરવા સતત જાગૃત યુવા વર્ગ થયો છે. ઇરફાનખાન અભિનિત ‘બિલ્લુ બાર્બર’નામની ફિલ્મ પણ આવી હતી.
ગુજરાતમાં ખુબજ સુંદર પાર્લર તથા હેર સ્ટુડીયોનાં આકર્ષણથી ક્રિકેટરો ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, શિખર ધવન, જાણીતા ગાયક કલાકારો ગુરૂ રંઘાવા, દર્શન રાવલ, કૈલાસ ખેર સાથે ફિલ્મ સ્ટાર શર્મન જોશી, આફતાબ, મલ્હાર ઠાકર, દિશા વાંકાણી (દયાભાભી) સુધા ચંદ્રન તેમજ જુના ક્રિકેટરો સુરેશ રૈના, ગાંગુલી જેવા પણ રાજકોટમાં વિવિધ હેર સ્ટાઇલ હેર ટ્રીટમેન્ટ કરાવી ચુકયા છે. રાજકોટ આવતા નાટ્ય કલાકારો પણ પોતાની હેર સ્ટાઇલ કે ટ્રીટમેન્ટ કરાવે છે.
હેર સ્ટાઇલ એ ફેશન પૂરતી જ મર્યાદિત નથી !
ઘરમાં હોય કે બહાર , ઓફિસ કે પછી દરેક જગ્યાએ વાળને સરસ સ્ટાઇલમાં ગુંથી રાખવા એ આજકાલનો ટ્રેન્ડ છે. હેર સ્ટાઈલ એ ફેશન પૂરતી જ સીમિત નથી, કેસ ગુંથણમાં વેરાઈટી ની સાથે સરળતા લાવી થોડી મુશ્કેલ છે. મહિલાઓમાં આજકાલ હાઈ પોનીટેલ, ટાપસી ટેલ હેર સ્ટાઈલ,બબલ પોની ટેઇલ જેવી સ્ટાઈલ જાણીતી છે. તમારા વાળને બન વાળી ને સારો લૂક મેળવી શકો છો, જે સુવિધા પૂર્ણ પણ છે ડચ બ્રેડ હેર સ્ટાઇલ આજની ટ્રેડિંગ છે. આજે ટેલિવિઝન પર આવતી વિવિધ સીરીયલોમાં કે ફિલ્મી હિરોઈનની સુંદર મજાની હેર સ્ટાઈલ મહિલાઓમાં અનેરુ આકર્ષણ જગાવે છે.
મહિલાઓની પ્રથમ પસંદગી હેર સ્ટાઈલ્સ લૂક
તમારા ચહેરાને અનુરૂપ હેર સ્ટાઇલ ચહેરાને ચમકાવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં હેર સ્ટાઈલનો ક્રેઝ વધુ જોવા મળે છે. સ્ટાઇલિશ દેખાવવુ સરળ હોતું નથી, તેમાં કપડા, મેચિંગ ટોન, હેર સ્ટાઇલ સાથે તમારું પરફેક્ટ લુક તમે બનાવી શકો છો. આજે લોકો તેમના ફેવરિટ સેલિબ્રિટી સ્ટાર જેવો લુક મેળવવા મહેનત કરતા હોય છે, પણ તમારી બોડી ઈમેજ અને બ્રાન્ડેડ વસ્ત્રો સાથે તમારી હેર સ્ટાઈલ ચાર ચાંદ લગાવતા હોવાથી, આ બાબતે તમારે વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે છે.