ફેસબૂક સાથે ફરજીયાત ડેટા શેર કરવાના નવા નિયમ સામે યુઝર્સનો ‘ડિજિટલ દેખાવ’: વોટસએપને મૂકી સિગ્નલ એપ તરફ વળ્યાં
નવી પ્રાઇવસી પોલિસીથી વિવાદ: વોટસએપ વાપરવું કે નહિં યુઝર્સ મુંઝવણમાં !!
પ્લે સ્ટોર પર વોટસએપને પછાડી ‘સિગ્નલ’ બની નંબર વન મેસેજીંગ એપ !!
આજના ર૧મી સહીતના આધુનિક યુગમાં ડિજીટલ સેવાઓનો વ્યાપ ખુબ વઘ્યો છે, ફેસબુક, વોટસએપ, દન્સ્ટાગ્રામ, ટવિટર જેવી એપ્લીકેશનો વિકસતા કોમ્યુનીકેશન પણ ડીજીટલ જ બન્યું છે. આ સોશ્યલ મીડીયા માઘ્યમોનો ઉપયોગ સિકકાની બે બાજુની જેમ સારો અને નરસી એમ બન્ને છે. વધતા જતા આ ઉપયોગથી યુઝર્સના ડેટા સુરક્ષાનો પ્રશ્ર્ન ગંભીર મુદ્દો બન્યો છે. એમાં પણ હાલ ફેસબુકની માલીકીની કંપની વોટસએપે નવી પ્રાઇવસી પોલીસી ઘડતા આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બન્યો છે. વોટસએપની નવી પ્રાઇમરી પોલીસી મુજબ યુઝર્સના ડેટા હવે, ફરજીયાત પણે ફેસબુક સાથે શેર થશે. જો કે, ભારે હોબાળા બાદ વોટસએપે સ્પષ્ટતા કરી છે કે, આ નિયમ માત્ર બીઝનેશ
એકાઉન્ટ પર લાગુ રહેશે. અન્ય કોઇપણ યુઝર્સના ખાની ડેટા પ્રભાવિત થશે નહિ, પરંતુ આ નવા નિયમ સામે યુઝર્સે ‘ડિજીટલ દેખાવો’ શરુ કર્યા હોય, તેમ વોટસએપને મોટો ઝટકો મળ્યો છે. નવી પોલીસી વિરુઘ્ધ યુઝર્સ વોટસએપને મૂકી અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. જેના પરિણામ સ્વરુપ ટેલીગ્રામ અને સિગ્નલ એપ ઉપરાંત, હાઇકના યુઝર્સમાં મોટાપાયે વધારો થયો છે. માત્ર ૪૮ કલાકમાં વોટસએપને પછાડી સિગ્નલ એપ પ્લે સ્ટોર પર નંબર વન મેસેજીંગ એપ બની ગઇ છે. આ વિવાદથી ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગનો ટાવર કપાઇ રહ્યો હોય તેમ, યુઝર્સ ‘સિગ્નલ’ પકડવા તરફ દોડયાં છે.
શું છે વોટસએપની નવી પ્રાઇવસી પોલિસી
વોટસએપે તેની નવી પ્રાઇમરી પોલીસી જારી કરી છે. કે અનુસાર, વોટસએપના ડેટા હવે, ફેસબુક સાથે ફરજીયાત શેર થશે. આ નવી પોલીસી આગામી ૮મી ફેબ્રુઆરી સુધીમાં યુઝર્સે સ્વિકારવી પડશે અન્યથા વોટસએપ પરથી એકાઉન્ટસ ડીલીટ થઇ જશે.
શું છે વિવાદ ??
વોટસએપની આ નવી પોલીસીથી ડેટા લીંક થવાનો ભય છે. વોટસએપના માઘ્યમથી થતી ચેટ, પેમેન્ટ કે અન્ય કોઇપણ ટ્રાન્જેકશન, લોકેશન, પ્રોફાઇલ ડેટા સહિતની તમામ માહીતી ફેસબુક સાથે બીઝનેસ હેતુંથી ઉપયોગમાં લેવાશે આ નવા નિયમથી લોકોની ખાનગી ચેટ સહિતના ડેટા સાર્વજનીક બનશે. યુઝર્સના પ્રાઇવેસીના અધિકારનો ભંગ થશે આવી વિવાદ વધુ વકર્યો છે. જો કે, આ મામલે વોટસએપે સ્પષ્ટતા કરી છે કે, યુઝર્સના ખાનગી ડેટાને કોઇ હાની પહોચશે નહિ
વોટસએપ વિવાદથી ટેલીગ્રામ અને સિગ્નલ એપને ચાંદી હી ચાંદી….
નવી પ્રાઇવેસી પોલીસીથી વોટસએપ વિવાદમાં તો ધેરાયું છે. પણ આ સાથે કંપનીને મોટો ફટકો પણ પડયો છે. ખાનગી ડેટા લીક થવાના ભયથી યુઝર્સ વોટસએપને અવગણી અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. જેમાં સૌથી મોટો ફાયદો ટેલીગ્રામ અને સિગ્નલ એપને મળ્યો છે. કારણ કે છેલ્લા ૭ર કલાકમાં ટેલીગ્રામના રપ મીલીયન યુઝર્સ વઘ્યા છે. જયારે એડિટવ યુઝર્સ ૫૦૦ મીલીયનથી વધી ગાય છે. ટેલીગ્રામના સ્થાપક પાવેલ દુરોવે કહ્યું કે, દુનિયાભરમાં ટેલીગ્રામના નવા યુઝર્સ વઘ્યાં છે. જેમાંથી સૌથી વધુ ૩૮ ટકા યુઝર્સ એશિયાના ૨૭ ટકા યુરોપના તો ર૧ ટકા લેટીન અમેરિકામાંથી છે. જણાવી દઇએ કે, ટેલીગ્રામ વર્ષ ૨૦૧૩માં લોન્ચ થયું હતું. વાત કરીએ, સિગ્નલ એપની તો, વોટસએપ વિવાદથી સિગ્નલ એપને ચાંદી હી ચાંદી થઇ ગયુ છે. કારણ કે એપ સ્ટોર પર સિગ્નલ એપ નંબર વન એપ બની ગઇ છે. વોટસએપની પ્રાઇવેસી પોલીસી જારી થયાના માત્ર ૪૮ કલાકમાં સિગ્નલ એપ ટોપ પોઝીશનમાં પહોંચી હતી. એક દિવસમાં ૨.૪૬ લાખ યુઝર્સ વઘ્યા હતા. અને હાલ ૧૦ મીલીયનથી વધુ યુઝર્સ થઇ ગયા છે.
નવી પ્રાઇવસી પોલિસીને લઇ વોટસએપની સ્પષ્ટતા
- વોટસએપ યુઝર્સના પ્રાઇવેટ મેસેજના ડેટાનો ઉપયોગ નહિ કરે
- વોઇસ કોલ, વિડીયો કોલ, ગ્રુપ ચેટનો ઉપયોગ પણ નહિ કરીએ
- કોઇપણ યુઝર્સના લોકેશન કે કોન્ટેકટ લીસ્ટ ફેસબુક સાથે શેર નહિ થાય
- ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્ટડ જ રહેશે.
- નવી પ્રાઇવેરી પોલીસી માત્ર બીઝનેશ એકાઉન્ટસ માટે જ છે.