શહેર-જીલ્લામાં ચોરી અને હથીયારના ૧૭ થી વધુ વુના આચર્યા: કાર મળી રૂ ૧.૧૬ લાખનો મુદામાલ કબ્જ
શહેરના થોરાળા વિસ્તારના ગંજીવાડા શેરી નં.૬ માં જુની અદાવતના મુસ્લિમ પ્રૌઢના ઘર પર સરાજાહેર ફાયરીંગના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત શખ્સને આજી ડેમ ચોકડી પાસે કારમાંથી લોડેડ પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી વિગત મુજબ શહેરમાં વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ દરમિયાન આજી ડેમ ચોકડી નજીક મોડાડુંગર તરફ જવાના રસ્તે કારમાં શંકાસ્પદ શખ્સ રહેવાની બાતમી કોન્સ્ટેબલ જગમાલભાઇ, મયુરભાઇ પટેલ, રવિરાજસિંહ પરમારને ફિરોઝભાઇને મળતા સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમ્યાન કારમાં શંકાસ્પદ જણાતો અને ગંજીવાડા શેરી નં.૮ માં રહેતો હિતેશ ઉર્ફે હિતીયો ધનજી ખીમસુરીયાની તલાસી લેતા તેના કબજામાંથી દેશી બનાવટની પિસ્ટલ, કાટીંઝ મોબાઇલ અને કાર મળી રૂ ૧.૧૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
હિતેશ ખીમસુરીયાએ તાજતેરમાં જુના ઝઘડાનો ખાર રાખી ગંજીવાડા શેરી નં. ૬ માં રહેતા અબ્દુલભાઇના મકાન હતા ત્યારે પ્રવિણ ચૌહાણ, સુરેશ જીવરાજ કોળી અને નરેશ વાલજી બાવળીયા સાથે મળી પિસ્તલ માથી ફાયરીંગ કરી હતી. ભરુચ અને અંકલેશ્ર્વરમાં રોકાયાની કબુલાત આપી હતી.
ઉપરાંત હિતેશ ખીમસુરીયા એ બે વર્ષ પૂર્વ હથિયારના ગુનોમાં નાશતો ફરતો હતો જેતપુરમાં કાપડની દુકાનમાં સાગ્રીત સાથે મળી ચોરી કર્યાની અને રાજકોટ રેલવે તથા જેતલસર રેલવેના ચોરીના ગુનામાં જામીન રદ થતા નાશતો હતો.
જયારે રાજકોટના માલવીયાનગર, ભકિતનગર, બી ડીવીઝન તાલુકા પોલીસ, કુવાડવા, થોરાળા, મોરબ, ટંકારા, જેતપુર, શાપર, લોધીકા, અને કોટડા સાંગાણી પોલીસ મથકમાં ઘરફોડી અને હથિયાર સહીત ૧૭ ગુનામાં પકડાય ચુકયો છે.
પિસ્તોલ કોની પાસેથી લાવ્યો તે અગે પોલીસે તપાસ હાથ ધરી છે.આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ.ગઢવી પી.એસઆઇ આર.સ. કાનમીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ ઠાકુર, જગમાલભાઇ બીપીનદાસ ગઢવી, સંતોષભાઇ મોરી અને સંજયભાઇ રુપાપરા સહીતના સ્ટાફે બજાવી હતી.