રૂ ૬૮૦૯ કરોડના ખર્ચે ૮ વેન્ટીલેશન સાથેની ટનલમાં ૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકશે.
લદાખમાં જવાની સુવિધા બારેમાસ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝોઝી લા ટનલનું ખાતમૂહૂર્ત કરશે તેથી કાશ્મીર વેબીથી લદાખ જવાના રસ્તા બારેમાસ ખૂલ્લા રહેશે મોદીના રૂ.૬૮૦૯ કરોડના પ્રોજેકટમાં ૧૪.૨ કિ.મી. લાંબી ટનલનું નિર્માણ કરાશે આ પ્રોજેકટ વર્ષ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.
તેમજ શ્રીનગર લેહ હાઈવેને સુવિધાજનક બનાવવા અન્ય ૬.૫ કિ.મી. લાંબી ટનલ જેડ મોર્હન કામ આગામી વર્ષે પૂર્ણ થઈ જશે ૧૯૯૯ની કાર્ગિલવોર બાદ ભારતીય સેના દ્વારા ૧૯૯૭માં ઝોજી-લા ટનલ બનાવવાની યોજના ઘડાઈ હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતુકે ટનલ બનાવવાનો નિર્ણય લદાખના લોકોને કરેલુ વચન પૂરૂ પાડશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીનો દાવો છે કે ઝોજી-લા ટનલ એશિયાની સૌથી લાંબી બી -ડાયરેકશન અંડરગ્રાઉન્ડ રોડ બનશે તેથી ડિફેન્સ ફોર્સ કાર્ગીલ વિસ્તારમાં સરળતાથી જઈ શકશે આ પૂર્વે તેમણે શિયાળામાં કાર્ગીલ જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એક વખત ટનલનું કામ પૂર્ણ થતા જ ૧૪.૨ કિ.મી.નો ટ્રાવેલ ટાઈમ ૧૫ મીનીટમાં પૂર્ણ કરી શકાશે.
જે હાલ ૩ કલાકનો સમય માંગી લે છે. ટનલની અંદર વાહનો ૮૦ કીમી પ્રતિ કલાકની ગતી સાથે દોડી શકશે. ટનલમાં સુરક્ષાની સુવિધામાં હાઈ ટેક કમ્યુનીકેશન સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ લદાખ નવેમ્બરથી માર્ચ સુધી ભારે બર્ફવર્ષાને કારણે ભારતથી છૂટુ પડેલું છે હાઈવે મિનિસ્ટ્રીએ કહ્યું કે આ ટનલનું એન્જીનીયરીંગ માર્વેલ પડકારજનક છે. કારણ કે ત્યાંનું વાતાવરણ ૪૫ ડિગ્રી માઈનસ સુધી પડી શકે છે. ઝોજી-લા શ્રીનગર કાર્ગીલ લેહ હાઈવે પર બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com