સાચા દિલની લગન અવશ્ય મંઝીલ તરફ લઇ જાય છે? ઇચ્છાશકિતનો અદભુત દાખલો
પુનાના ફિનિકસ મોલના સ્ટેજ ઉપર ભરપુર આત્મવિશ્વાસ સાથે રાજકોટની દીકરી છવાઇ
આજકાલની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે માંડ મળેલી કુરસદમાં યુ ટયુબ પર હાવાસ ગુરુહી ચેનલ દ્વારા ઉઝબેકિસ્તાનના સીગર્સના મુખેથી ગવાતા બોલીવુડના હિન્દી ગીતોના સુંદર મજાના કંઇક અલગ જ ઉચ્ચારણો સાથેના ગીતો જોવા સાંભળવાનો શોખ ધરાવતા માતા-પિતાએ અજાણતામાં જ લાકડી દીકરીના મનમાં એક ઇચ્છાબીજ રોપી દીધું હતું.
ડેડી, હું પણ એક દિવસ કાખ્રમોન સાથે સ્ટેજ પરથી ગીત ગાઇશ.. દીકરીના મુખેથી અચાનક આ વાત સાંભળીને માતા-પિતા ચોકંકી ગયા.. કેમ કે અજાણતામાં જ તેમણે લોડકવાયીના મનમાં એવું સ્વપ્ન ભરી દીધું હતું… કે જે કોઇપણ સંજોગોમાં શકય જ ન હતું. પરંતુ આ વાતના માત્ર આઠ જ દિવસમાં એક સરસ મજાની ઘટના બની…
કાખ્રમોને હાલ પુનાની ફર્ગ્યુશન કોલેજમાં એક સરસ મજાની ઇવેન્ટ કરી હોવાની માતા-પિતાને યુ ટયુબ થકી જાણ થતાં જ તેમણે એક વોટસએપ નંબર શોધીને તેના પર લાઇક મોકલાવી… અને સૌના આશ્ર્ચર્ય વચ્ચે થેન્ક યુ નો જવાબ મળ્યો ! અમારી દીકરી તમારી ફેન છે અને તેને રોબિયા સાથે તમે ગાયેલું ઝુંબી ડૂબી ગીત સાંભળવું બહુ જ ગમે છે. તેવા મેસેજ કાખ્રમોનને હાલ અભ્યાસ ચાલુ હોવાના કારણે ઇવેન્ટમાં સાથ દેવા માટે ન આવી શકેલી ઉઝબેકિસ્તાનમાં રહેલી નાની લાડકવાયી બહેન રોબિયાની યાદ અપાવી દીધી..!
તું મારી સાથે સ્ટેજ પર ઝૂબી ડૂબી ગાઇશ ?! એવા કાખ્રમોનના પ્રત્યેતરથી પરિવારજનો રીતસર આનંદથી ઉછળી પડયા. માત્ર ત્રણ જ દિવસ પછી ભારતના સૌથી મોટા ગણાતાં મોલ પૈકીના એક પુનાના ફિનિકસ મોલમાં યોજનારી કોન્સર્ટમાં સ્ટેજ પરથી કાખ્રમોન સાથે ઝૂબી ડૂબી ગીત ગાવા માટે નિશિતાને આમંત્રણ મળ્યું… અને શરુ થઇ વ્હાલના દરિયાના અશકય સ્વપ્નને સાકાર કરવાની સંઘર્ષ ભરેલી કહાની..
ઉત્કર્ષ સ્કુલના ચેરમેન વિમલસરને જાણ થતાં જ નિશિતાને ગાયન માટે પ્રેકિટસ શરુ કરાવવાની સાથે સાથે સ્ટેજ પરથી ગાવા માટે આત્મવિશ્વાસ કેળવવાનું શીખવવામાં આવ્યું. તો મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોએ પણ પોત પોતાની પ્રવૃતિ બાજુ પર મૂકી દઇને દઇને જાણે કે ભેખ લીધો..
વડોદરાથી પુના જતી ટ્રેનમાં સરળતાથી ટિકીટ મળી ગઇ એટલે રાજકોટથી વડોદરા બસમાં જવાનું નકકી કરવામાં આવ્યું… પણ સદાને માટે સમયસર પહોંચતી બસ સંજોગોવસાત અઢી કલાક મોડી પડી… અને વડોદરાથી ઉપડતી અને ક્ન્ફર્મ ટિકીટ ધરાવતી ટ્રેન ચૂકાઇ ગઇ હવે સમયસર નહિ જ પહોંચી શકાય એટલે ત્યાં જઇને નાસીપાસ થવાને બદલે અહીથી રાજકોટ પરત ફરી જવું.. તેવા માતા-પિતાના નિર્ણય સામે કદાચ સમયસર પહોંચી જવાય, અને દીકરીનું સ્વપ્ન સાકાર થઇ જાય તો? એવી આશાએ ગમે તે કરીને પુના નો પહોંચવું જ એવું નકકી થયુેં.
અને ગમે તેમ કરીને દીકરીને લઇને પુના ફિનિકસ મોલમાં માતા-પિતા પહોચ્યા ત્યારે કોન્સર્ટ શરુ થવાને માત્ર દસ જ મીનીટમાં વાર હતી. સમયની કટોકટી વચ્ચે કાખ્રમોન રુબરુ મળ્યાં… સંઘર્ષની વાત જાણીને દુ:ખ વ્યકત કર્યુ. ઉઝબેકિસ્તામાં રહેલી પોતાની નાની બહેન રોબિયા સાથે વિડીયોકોલ દ્વારા વાત કરાવી… રોબિયાએ નિશિતાને શુભેચ્છા પાઠવી… અને શરુ થયેલી કોન્સર્ટમાં જયારે કાખ્રમોને નિશિતા તથા તેના માતા-પિતાનો પરિચય કરાવ્યો ત્યારે ઉમટેલી મેદનીએ તાળીઓના ગડગડાટજ્ઞથી સૌની વધારી લીધા. નિશિતાએ જંગી મેદની સામે જ આત્મ વિશ્વાસથી કાખ્રમોન સાથે ઝુબી ડૂબી ગાયું… એ જોઇને કાખ્રમોને તેને બિરદાવી એટલું જ નહી હવે ગુજરાતમાં કોન્સર્ટ થાય ત્યારે નિશિતાને ફરીવાર પોતાની સાથે સ્ટેજ પરથી ગાવા માટે આમંત્રણ પણ આપ્યું.
સપનાં જુઓ… પણ ખુલ્લી આંખ… અને ખુલ્લી આંખ રાખીને જોયેલા સપનાં વ્યકિતની પોતાની લગન તેમજ તેમાં ભળેલો સૌનો સાથ કેવો ચમત્કાર સર્જી શકે તેનું જીવંત ઉદાહરણ પુરુ પાડનાર નિશિતાને વિમલસર તેમજ સમગ્ર ઉત્કષ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.